1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજુલાના કોવાયા ગામ નજીક વિફરેલા સિંહએ યુવાનને ફાડી ખાધો
રાજુલાના કોવાયા ગામ નજીક વિફરેલા સિંહએ યુવાનને ફાડી ખાધો

રાજુલાના કોવાયા ગામ નજીક વિફરેલા સિંહએ યુવાનને ફાડી ખાધો

0
Social Share

અમરેલી, 16 જુન, 2026 : A lion hunted a young man  જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક મોડી રાત્રે વતન જવા માટે વાહનની રાહ જોઈ રહેલા પરપ્રાંતના યુવાન પર સિંહએ હુમલો કરીને ઢસડીને ઝાડીઓમાં લઈ જઈને યુવાનને ફાડી ખાધો હતો.  ઘટનાસ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. જેને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે. આ બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને માનવભક્ષી સિંહને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. સિંહ કે સિંહણ ક્યારે માનવ પર હુમલો કરતા નથી. શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવીને રખડતા કે વાડીમાં બાંધેલા ઢોરનો શિકાર કરતા હોય છે. ત્યારે રાજુલાના કોવાયા ગામ નજીક પરપ્રાંતના યુવાનનો સિંહએ શિકાર કર્યો હતો. મૃતક યુવાનની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં રોડ પર વાહનની રાહ જોતો હતો ત્યારે સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો.  સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતા રાજુલા રેન્જની વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ વન વિભાગ દ્વારા સિંહણની ઓળખ તેમજ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સતત વધી રહેલી આવી ઘટનાઓને લઈને ગ્રામજનો દ્વારા માનવ સુરક્ષા માટે અસરકારક પગલાં લેવા માંગ ઉઠી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code