વડોદરા, 08 માર્ચ 2026: A young woman biker died after being hit by a truck શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેર નજીક આજવા ચોકડી પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો.આઇસર ટ્રકની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. શહેરના આજવા ચોકડી પાસે સસરા બાઇક પર પુત્રવધૂને કોલેજ મુકવા જતા હતા તે દરમિયાન ઘટના બની છે. 31 વર્ષીય પ્રિન્સા પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેર નજીક આજવા ચોકડી પાસે આઈસર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર 31 વર્ષીય પ્રિન્સા કુંદન પરમાર નામની યુવતીનું મોત નિપજ્યુ હતું. જ્યારે બાઈકચાલક મૃતક યુવતીના સસરાને ઈજાઓ થઈ હતી. મૃતક યુવતી પ્રિન્સા કુંદન પરમાર પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. તેના સસરા યુનિવર્સિટીમાં મૂકવા જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. સસરા ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાથી તેઓ લઈને જતા હતા. થોડાક સમય અગાઉ દિયરના લગ્ન થયા હતા અને પતિ દુબઈ રહે છે.
આ અકસ્માત અંગે મૃતક યવતીના ભાઈએ જણાવ્યું હતું કે, આ શહેરના આજવા રોડ ચોકડી પાસે આઈસર ટ્રકના ચાલક દ્વારા એક્સિડન્ટ કરવામાં આવ્યો હતો. અહીંયા સવારના નવ વાગ્યા પછી ભારદારી વાહનોની નો એન્ટ્રી હોવા છતાં ભારે વાહનો પસાર થાય છે, જેમાં મારી બેનનું મોત થયું છે. અકસ્માતના બનાવને કલાકથી વધુ સમય થઈ ગયો છે અને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અહીંયા મૃતદેહ એવીને એવી હાલતમાં પડી રહ્યો છે. અહીંયા પંચનામું કરી રહ્યા છે, એના કરતાં જો ત્યાં (હોસ્પિટલ) લઈ ગયા હોત તો સારી વાત હતી.


