1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 50 લાખની બેન્ક લૂંટ કેસમાં આરોપી કુંદન ભગતને બિહાર જેલમાંથી સુરત લવાયો
50 લાખની બેન્ક લૂંટ કેસમાં આરોપી કુંદન ભગતને બિહાર જેલમાંથી સુરત લવાયો

50 લાખની બેન્ક લૂંટ કેસમાં આરોપી કુંદન ભગતને બિહાર જેલમાંથી સુરત લવાયો

0
Social Share

સુરત, 7 જુન, 2026 : Accused Kundan Bhagat brought to Surat from Bihar jail શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈની બ્રાન્ચમાં ગઈ તા. 27મી એપ્રિલના રોજ ધોળ દહાડે બંદુકની અણિએ રૂપિયા 50 લાખ રોકડની લૂંટ થઈ હતી. શહેરની ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસે બિહારથી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા, આ લૂંટના બનાવની વધુ તપાસ કરતા લૂંટારૂ ગેન્ગનો માસ્ટર માઈન્ડ કંદન ભગતે બિહારની જેલમાં કેદ છે, અને જેલમાંથી સુરતની બેન્કમાં ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો.એવી હકિકત મળતા સુરત પોલીસે બિહારની જેલમાંથી ટ્રાન્સફર વોરંન્ટને આધારે આરોપી કૂંદન ભગતને સુરત લાવવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી કુંદન ભગતને શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. વરાછા બેંકમાં પણ સોના અને હીરાની મોટી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી કુંદન કુમાર ઉપર 8થી વધારે ઓફેન્સ રજીસ્ટર્ડ છે. જેમાં ખંડણી, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બાકી સિરીયસ ઓફેન્સીસ રજીસ્ટર્ડ છે. આરોપી કુંદન ડ્રેડેડ ક્રિમિનલ છે.

પોલીસ અધિકારનીના કહેવા મુજબ આરોપી કુંદનનું ક્રોસ ઇન્ટ્રોગેશન માટે એની કસ્ટડી અહિયાં લાવવા માટે પોલીસ અહીંના લોકલ જજ અને પટનાના સ્પેશિયલ જજ વચ્ચે કોરેસ્પોન્ડન્સ થયું હતું. અહિંયાના સિનિયર ઓફિશ્યલ અને ત્યાંના જે એસપી છે એમની વચ્ચે કોરેસ્પોન્ડન્સ થયું અને એના પછી કારણ કે આ કેસ બહુ ઈમ્પોર્ટન્ટ છે, આ જે ગેંગસ્ટર્સ છે તેને પકડવા માટે ડિટેઈલ ઇન્ટ્રોગેશનની જરૂર છે એટલે એની કસ્ટડી સુરત લાવવાની જરૂર હતી. આખરે સફળતા મળી ઓથોરીટીની મંજુરી મળ્યા બાદ આરોપીને બિહાર જેલમાંથી સુરત લાવવામાં આવ્યો છે.

આ કેસમાં સુરત પોલીસે અગાઉ ત્રણ આરોપીઓ શુભમ ઠાકુર, વિક્રમજીત સિંહ રાજપૂત અને મિથેશકુમાર ઉર્ફે મહેશકુમાર લખેન્દ્ર રાયની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ આખી લૂંટનું પ્લાનિંગ બિહારની જેલમાં બેઠા બેઠા કુંદન ભગતે ઘડ્યું હોવાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 93,000 ની રકમ પણ રિકવર કરી લેવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code