1. Home
  2. ગુજરાતી
  3. અદાણીએ “હમ કરકે દીખાતે હૈ” અભિયાનને આગળ લઇ જવા માટે આત્મ વિશ્વાસ તરફ દોરી જતા અભિગમનું અનાવરણ કર્યું
અદાણીએ “હમ કરકે દીખાતે હૈ” અભિયાનને આગળ લઇ જવા માટે આત્મ વિશ્વાસ તરફ દોરી જતા અભિગમનું અનાવરણ કર્યું

અદાણીએ “હમ કરકે દીખાતે હૈ” અભિયાનને આગળ લઇ જવા માટે આત્મ વિશ્વાસ તરફ દોરી જતા અભિગમનું અનાવરણ કર્યું

0
Social Share

અમદાવાદ : ભારતના સૌથી મોટા અને સૌથી વધુ ઝડપથી વિકસતા સંકલિત  આંતરમાળખાની અદાણી સમૂહની કંપનીઓના  પોર્ટફોલિયોએ તેના “હમ કરકે દિખાતે હૈ” અભિયાનમાં એક શક્તિશાળી નવા પ્રકરણની જાહેરાત કરી છે. માનવ-રુચિની પ્રેરણાદાયી કથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અંકગણિત પર ભાર મૂકવાની તેની અગાઉના સંસ્કરણની સફળતાના આધારે પરંપરાગત કોર્પોરેટ વ્યૂહરચનાથી ઉપર ઉઠીને આ મલ્ટિ-મીડિયા, મલ્ટિ-પ્લેટફોર્મ ઝુંબેશ આગળ વધે છે. આ કથાનકના વર્ણનો લાખો ભારતીયોના જીવન પર અદાણીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગહન, સકારાત્મક અસર દર્શાવે છે.

ઓજીલ્વી ઇંડિયા દ્વારા “પહેલે પંખા ફિર બિજલી” શિર્ષક હેઠળ બનાવવામાં આવેલ આ ઉદૃઘાટકીય  ફિલ્મ એક યુવાન છોકરાની હૃદયસ્પર્શી કથા કહે છે, જે તમામ અવરોધો અને ઠઠ્ઠા મશ્કરીનો સામનો કરવા છતાં દ્રઢપણે માને છે કે તેના ગામમાં એક પંખો વીજળી લાવી શકે છે. જ્યારે તે એક ભવ્ય અદાણી વિન્ડ ટર્બાઇન જનરેટરને વીજળી આપતા અને તેનાથી તેના આખા ગામને સ્વચ્છ ઊર્જાથી પ્રકાશિત થતું જોવાનો સાક્ષી બને છે ત્યારે તેમાં તેની અડગ શ્રદ્ધાની ફલશ્રુતિ મળતી નિહાળે  છે. આ ભાવનાત્મક વર્ણન માનવ પ્રતીતિની માત્ર શક્તિ પર ભાર જ નથી મૂકતું પરંતુ તમામ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની અદાણીની અડગ પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. અદાણી સમૂહ આગામી મહિનાઓમાં ડિજીટલ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સહિત પ્રસારણ માધ્યમોમાં #HKKDH હેશટેગ સાથે ધારાવાહિક શ્રેણીની સમાન વર્ણનો અને તેના અભિયાનની અસરોની ઝાંખી કરાવવા સાથે આ ફિલ્મનો આરંભ  થશે.

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણીએ આ વેળા જણાવ્યું હતું કે જ્યારે અમે અમારા કદ, ઝડપ અને પહોંચને સ્વીકારી છે ત્યારે આ પહેલને જે અલગ તારવે છે તે દીલો-દીમાગને સ્પર્શવાની તેની શક્તિ છે.આ ઝુંબેશ વાસ્તવમાં અદાણી ગ્રૂપના સત્વને મૂર્તિમંત કરે છે. તે અર્થપૂર્ણ પરિવર્તન માટે ઉત્પ્રેરકના રુપમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવા માટેની અમારી સજ્જડ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારા વ્યવસાયો પાછળની માનવીય ગાથાઓ ઉપર ભાર મૂકીને અમારો ઉદ્દેશ ભાવનાત્મક ઊંડા જોડાણો બનાવીને લાખો ભારતીયોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અમારા સમર્પણને રેખાંકિત કરવાનો છે. હોજીલ્વી ઇંડીયાના મુખ્ય સલાહકાર શ્રી પિયુષ પાંડેએ કહ્યું હતું કે ગ્રાહકોને મહત્વના લાભો વિષેની આ એક હ્દયસ્પર્શી ફિલ્મ છે. અદાણી રિન્યુએબલ્સની ટેકનોલોજીકલ નિપૂણતા દર્શાવી પીઠ થાબડતું આ નિવેદન નથી. પરંતુ માણસ પ્રથમની અદાણીની માન્યતાને તે પકડે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code