1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 71 નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ થતાં વહિવટદાર નિમાયા
ગુજરાતમાં 71 નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ થતાં વહિવટદાર નિમાયા

ગુજરાતમાં 71 નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ થતાં વહિવટદાર નિમાયા

0
Social Share

ગાંધીનગર, 10 માર્ચ, 2026: Administrators appointed in 71 municipalities  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે-ત્રણ મહિનામાં જ યોજાશે. અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ થતાં જ વહિવટદારો નિમવામાં આવ્યા છે. ત્યારબાદ રાજ્યની 71 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી સુધી વહીવટ સુચારૂ રાખવા માટે વહિવટદારની નિમણૂક કરવામાં આવી છે.  શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, નગરપાલિકાની મુદત પૂર્ણ થયા બાદ નવી ચૂંટાયેલી સમિતિ રચાય ત્યાં સુધી સંબંધિત વિસ્તારમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ નગરપાલિકાની મુદત પાંચ વર્ષની હોય છે અને મુદત પૂર્ણ થાય તે પહેલાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. રાજ્યની અનેક નગરપાલિકાઓની મુદત માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની હોવાથી વહીવટી કામકાજમાં વિક્ષેપ ન આવે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ પાણી, ગટર, લાઇટ, સફાઈ સહિત નાગરિકોને મળતી આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટે વહીવટદાર તમામ જરૂરી કામકાજ સંભાળશે. જોકે તેઓ કોઈ નીતિ સંબંધિત નિર્ણય લઈ શકશે નહીં.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ઝોનની કુલ 71 નગરપાલિકાઓમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી ચૂંટાયેલી સમિતિઓ રચાય ત્યાં સુધી તેઓ નગરપાલિકાઓનો વહીવટ સંભાળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code