1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટેટ-1ની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે જાન્યુઆરીમાં 5000 વિદ્યાસહાયકોની ભરતી કરાશે
ટેટ-1ની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે જાન્યુઆરીમાં 5000 વિદ્યાસહાયકોની ભરતી કરાશે

ટેટ-1ની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે જાન્યુઆરીમાં 5000 વિદ્યાસહાયકોની ભરતી કરાશે

0
Social Share
  • નવા શૈક્ષણિક સત્રથી શાળાઓને શિક્ષકો મળી રહે તેવું આયોજન
  • માર્ચ 2026 સુધીમાં ભરતી પ્રકિયા પૂર્ણ કરી દેવાશે
  • વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની કરાર આધારિત ભરતી કરાશે

ગાંધીનગર તા.24 ડિસેમ્બર 2025: recruitment of 5000 teaching assistants in January રાજ્યમાં તાજેતરમાં ટેટ-1ની પરીક્ષા લેવામાં આવી છે. આ પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે વિદ્યાસહાયકની ભરતી આવી રહી છે. જાન્યુઆરી 2026માં 5000 વિદ્યાસહાયકોની ભરતીની પ્રકિયા શરૂ કરાશે. અને માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે વિદ્યાસહાયકોની ભરતી કરી દેવાશે. એવું શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

સૂત્રોના કહેવા મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ઘણાબધા શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થતાં તેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આ એક્સ્ટેન્શન સમયગાળો પૂર્ણ થતાં જ શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે, જેને ભરવા માટે શિક્ષકોની ભરતી અનિવાર્ય બનશે. આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માગે છે. જાન્યુઆરી 2026માં 5000 જેટલા વિદ્યાસહોયકોની જગ્યા માટે જાહેરાત અપાશે. અને માર્ચ 2026 સુધીમાં ભરતી પ્રકિયા પૂર્ણ કરી દેવામાં આવશે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ શિક્ષકોની ઘટ પુરી કરી દેવાશે. જોકે વ્યાયામ, ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરાર આધારિત (Contract basis) કરવામાં આવશે. હાલ તાજેતરમાં 5,000 વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળતાં હજુ પણ અંદાજે 3,500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

વ્યાયામ શિક્ષકોની ભરતીમાં પડકાર અંગે સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સીપીઈએડ  કોલેજો બંધ થઈ જતા લાયક ઉમેદવારો મળવામાં મુશ્કેલી છે. પરિણામે સરકારને પૂરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવારો મળી રહ્યા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવી ભરતી અંગે વૈકિલ્પક વ્યવસ્થા અને આયોજન પર વિચારણા કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code