1. Home
  2. કૃષિ
  3. -
  4. ખેતી
  5. ગુજરાતના અનેક વિસ્તારમાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકનો સોથ વળી ગયો
ગુજરાતના અનેક વિસ્તારમાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકનો સોથ વળી ગયો

ગુજરાતના અનેક વિસ્તારમાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકનો સોથ વળી ગયો

0
Social Share

અમદાવાદ, 20 માર્ચ 2026: Agricultural crops were damaged due to cyclones ગુજરાતમાં ભર ઉનાળે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. આ અણધારી આફતને લીધે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર સહિત જિલ્લામાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. ખેડૂતો ઘઉંનો તૈયાર થયેલો પાક લણવાની તૈયારીમાં જ હતા. ત્યાં જ વાવાઝોડાને લીધે ઊભેલો પાક ઢળી પડ્યો હતો.અને ત્યારબાદ માવઠું પડતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ગુરૂવારે વહેલી સવારે અને મોડી રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડતાં ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો છે. જેને લઇને ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. જ્યારે કચ્છમાં આવેલા મિની વાવાઝોડા અને વરસાદે સમગ્ર જિલ્લામાં પીજીવીસીએલની વીજ વ્યવસ્થાને ભારે અસર પહોંચાડી હતી. ગુરુવારે સાંજે 5 થી 7 વાગ્યાના સમયગાળામાં કુલ 121 જેટલા ફીડર અસરગ્રસ્ત બન્યા હતા. તેમજ કૃષિપાકને પણ સારૂએવુ નુકસાન થયું છે.

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ વાવાઝોડા અને માવઠાએ વિનાશ વેર્યો છે. ગુરૂવારે સાંજે અને રાત્રે ભારે પવન અને કરા સાથે વરસાદ પડતાં ખાસ કરીને ઉનાળુ બાજરી, જીરુ, કપાસ, વરિયાળી, ઘઉં, એરંડા, ઈસબગુલ જેવા ઊભા પાકને નકસાન થયુ છે. જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી જિલ્લા અને ભાવનગર જિલ્લામાં માવઠા અને વાવાઝોડાને લીધે કેસર કેરીના આંબા પરથી મોર ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં પહેલો માલ પણ પલળીને નાશ પામ્યો છે. જેને લઇને ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code