1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ડોકટરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી 70 લાખની ઠગાઈ
અમદાવાદના ડોકટરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી 70 લાખની ઠગાઈ

અમદાવાદના ડોકટરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી 70 લાખની ઠગાઈ

0
Social Share

અમદાવાદ, 30 માર્ચ 2026: Doctor cheated of Rs 70 lakhs by promising high returns in Forex trading શહેરના અસારવા સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ઠગ ટોળકીએ  70.65 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ડોકટરનો ઠગ ટોળકીએ સોશિયલ મીડિયાથી  માધ્યમથી સંપર્ક કરીને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી હતી. ત્યારબાદ વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નફો આપી બાદમાં મોટી રકમનું રોકાણ કરાવી વેબસાઈટ અને આઈડી બદલી નાખી 70 લાખની ઠગાઈ કરવામાં આવી હતી.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફરજ બજાવતા ડોક્ટર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ ડોક્ટરને ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરવાનું કહીને વધુ વળતરની લાલચ આપી હતી. ડોક્ટરે ટુકડે ટુકડે 36 દિવસમાં 70.65 લાખનું રોકાણ કર્યું હતું. જેમાંથી માત્ર 1.12 લાખ રૂપિયા પરત આપ્યા હતા, બાકીના 69.53 લાખ પરત ન આપતા ડોક્ટરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૂળ રાજસ્થાન અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 39 વર્ષીય ડોક્ટરે ટેલીગ્રામ મારફતે ટ્રેડિંગ માટેની લિંક ઓપન કરી હતી. આ લિંકમા આધારકાર્ડ, પાનકાર્ડ સહિતની વિગતોથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ડોક્ટરને ટેલીગ્રામ મારફતે અજાણી વ્યક્તિએ અલગ અલગ લિંક પણ મોકલી હતી. આ લિંક પણ ઓપન કરીને ડોક્ટરને સંજના નામની યુવતીએ રોકાણ કરવાનું કહેતા ડોક્ટરે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. ડોક્ટરને રોકાણનો નફો પણ વેબસાઈટમાં બતાવતા હતા. ડોક્ટરે 27 જૂનથી 16 જુલાઈ સુધી 17.65 લાખ અને 17 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી 53 લાખનું રોકાણ કર્યું હતું. 70.65 લાખના રોકાણની સામે 2.35 લાખનો નફો બતાવતા હતાં. ડોક્ટરે 27285 રૂપિયા અને 85000 રૂપિયા ઉપાડ્યા હતા જે બાદ વધુ રકમ ઉપાડવા જતા ટેક્ષ ભરવા જણાવ્યું હતું. જેથી ડોક્ટર સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. ડોક્ટરે સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code