Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં ગટર-પાણીના કનેક્શન માટે AMCને ઓન લાઈન અરજી કરવી પડશે

અમદાવાદમાં ગટર-પાણીના કનેક્શન માટે AMCને ઓન લાઈન અરજી કરવી પડશે

અમદાવાદ, 30 ઓગસ્ટ, 2026 : AMC will have to apply online for sewerage and water connection શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે પાણી અને નળના કનેક્શન મેળવવા માટે ઓન લાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. અને તેને સફળતા મળતા અરજીઓ સ્વીકારવાની ઓફલાઈનની સિસ્ટમ તબક્કાવાર બંધ કરવામાં આવશે.

શહેરમાં એએમસી દ્વારા મિલકત વેરો, જન્મ-મરણ અને લગ્નની નોંધણી, પ્લોટ બુકિંગ બાદ વધુ એક સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવાઈ છે. અરજદારો હવે મ્યુનિસિપલની વેબસાઈટ પર પાણી તેમજ ડ્રેનેજ લાઈનના જોડાણ માટે પણ ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજીઓને સફળતા મળતા ભવિષ્યમાં ઓફલાઈન અરજીઓ લેવાનું બંધ કરાશે.

શહેરીજનો હવે એએમસીને ડ્રેનેજ અને પાણીની લાઈનના નવા તેમજ વધારાના જોડાણ માટે ઓનલાઈન અરજી કરી શકશે. મ્યુનિસિપલ દ્વારા 15 દિવસ અગાઉ વેબસાઈટ પર આ નવી સુવિધા પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ હતી. જેમાં પંદર દિવસમાં જ 10 અરજી આવી હોય લોકોનો સારો પ્રતિસાદ મળતા તેને કાયમ માટે અમલમાં મુકાઈ છે. અત્યાર સુધી નવા કનેક્શનના ફોર્મ ભરવા માટે લોકોએ ઝોનલ કચેરીએ જવું પડતું હતું. જો કે નવા જોડાણ માટે મિલકત માલિકીના, ઓળખના પુરાવા, બીયુ પરમિશન સાથે સ્થળનો નકશો વગેરે પુરાવા આપવા પડશે. તેમજ સોસાયટીઓએ આ સાથે એનઓસી, રોડ કટિંગ પરવાનગી અને પ્લમ્બર લાયસન્સ પણ રજૂ કરવા પડશે. આવા પુરાવા શોધવામાં લોકો અટવાઈ જતા હોય છે. હાલ તો ઓનલાઈન સાથે ઓફલાઈન એટલે કચેરીએ પણ નવા જોડાણ માટે મ્યુનિ. અરજી સ્વીકારશે. પરંતુ બાદમાં લગ્ન નોંધણીની જેમ નવા ગટર-પાણીના જોડાણની અરજીઓ પણ ઓફલાઈન સંપૂર્ણ બંધ કરી દેવા વિચારણા ચાલી રહી હોવાનું મ્યુનિ.ના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular