Homeગુજરાતીગુજરાતનેપાળમાં મૃતકોની ઓળખ કરવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.ની ટીમ રવાના

નેપાળમાં મૃતકોની ઓળખ કરવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.ની ટીમ રવાના

અમદાવાદ, 30 ઓગસ્ટ, 2026 : NFSU team leaves for Nepal to identify dead  નેપાળમાં પૂર હાનારતે ભારે ખાના-ખરાબી સર્જી છે. અનેક લોકો લાપત્તા થતા છે. અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. મૃતકોની ઓળખ કરવાનું કઠિન છે, ત્યારે નેપાળ સરકારને મદદ કરવા માટે ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વિજ્ઞાનિકોની એક ટીમને રવાના થઈ છે. અને ડીએનએના આધારે મૃતદેહોની ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.

કેન્દ્ર સરકારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને મહત્વની જવાબદારી સોંપી છે. જે અંતર્ગત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ડીએનએ ફોરેન્સિક હેડની અધ્યક્ષતામાં 10 સભ્યોની ટીમ નેપાળ જવા માટે રવાના થઇ છે. જે ડીઝાસ્ટર વિક્ટીમ આઇડેન્ટિફિકેશનની પદ્ધતિથી અત્યાધુનિક સાધનોની મદદથી કામગીરી કરશે.

નેપાળ-ચીન સરહદ પર તિબેટ પાસે ગ્લેશિયર તુટવાથી જળપ્રલયની ઘટનામાં હજારો લોકો લાપત્તા થયા છે અને અત્યાર સુધી 700 થી વધુ લોકોના મોત થયાની પુષ્ટી થઇ છે. ત્યારે રેસક્યુ ઓપરેશન લાંબો સમય ચાલી શકે તેમ છે અને મોટા પ્રમાણમાં હજુ પણ મૃતદેહો મળશે. ત્યારે મૃતકોની ઓળખ કરવી તે તંત્ર માટે સૌથી મહત્વનું કામ છે. જે અનુસંધાનમાં ભારત સરકાર નેપાળ સરકારની મદદમાં આવી છે. જે અંતર્ગત દુનિયાની એકમાત્ર નેશનલ ફોરેન્સિક સાયન્યસ યુનિવર્સિટી દ્વારા ડીએનએ ફોરેન્સિક ડીપાર્ટમેન્ટના હેડ ડૉ. ભાર્ગવ પટેલની અધ્યક્ષતામાં ૧૦ સભ્યોની ટીમ નેપાળ મોકલવામાં આવી છે. જે ડીઝાસ્ટર વિક્ટીમ આઇડેન્ટિફિકેશનની કામગીરી કરશે. જેના કારણે મૃતકોની ઓળખ ઝડપથી થઇ શકશે. જેમાં ઘટના સ્થળેથી મૃતકોના ડીએનએ સેમ્પલ લઇને તેને પરિવારના સભ્યો સાથે મેચ કરીને આ કામગીરી કરવામાં આવશે. એનએફએસયુ દ્વારા કામગીરી અનુસંધાનમાં વધુ સભ્યો પણ મોકલવામાં આવશે.
આ માટે અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં બાદ મૃતકોની ઓળખની કામગીરી માત્ર 10 દિવસમાં જ કરવામાં આવી હતી. આ ઉપરાંત,અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સાથે મળીને એનએફએસયુએ બીજા વિશ્વ યુદ્ધમાં ગુમ થયેલા સૈનિકોને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ત્રણ સૈનિકોની ઓળખ કરવામાં નોંધનીય સફળતા મળી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular