Homeગુજરાતીગુજરાતભાવનગર- શકૂર બસ્તી, અને બાંદ્રા ટર્મિનસની સાપ્તાહિક ટ્રેનો નવેમ્બર સુધી દોડશે

ભાવનગર- શકૂર બસ્તી, અને બાંદ્રા ટર્મિનસની સાપ્તાહિક ટ્રેનો નવેમ્બર સુધી દોડશે

ભાવનગર, 30 ઓગસ્ટ, 2026 : Bhavnagar-Shakur Basti and Bandra Terminus weekly trains will run till November ભાવનગરથી હાલ કામચાલાઉ ધોરણે લાંબા અંતરની સાપ્તાહિક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેને હવે નવેમ્બર સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભાવનગર- શકૂર બસ્તી વિકલી સ્પેશિયલનું સંચાલન 16 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દોડાવાશે. તેમજ ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલનું સંચાલન હવે 26 નવેમ્બર સુધી કરવામાં આવશે. તેમ  ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું.

પશ્વિમ રેલવે ભાવનગર ડિવિઝનના ડીઆરએમની યાદીમાં જણાવાયુ છે. કે, બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ હવે 27 નવેમ્બર સુધી સંચાલિત થશે, જ્યારે અગાઉ તેનું સંચાલન 28 ઓગસ્ટ સુધી નિર્ધારિત હતું. આ ઉપરાંત વેરાવળ–હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલનું સંચાલન 20 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી કરાશે. અગાઉ આ ટ્રેનનું સંચાલન 28 જુલાઈ સુધી નિર્ધારિત હતું. તે જ રીતે હરિદ્વાર–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ હવે 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી સંચાલિત થશે, જ્યારે અગાઉ તેનું સંચાલન 29 જુલાઈ સુધી નિર્ધારિત હતું.

ભાવનગર- શકૂર બસ્તી વિકલી સ્પેશિયલનું સંચાલન 16 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી કરાશે. અગાઉ આ ટ્રેનનું સંચાલન 31 જુલાઈ સુધી નિર્ધારિત હતું. તે જ રીતે, શકૂર બસ્તી–ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ હવે 17 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી સંચાલિત થશે, જ્યારે અગાઉ તેનું સંચાલન 01 ઓગસ્ટ સુધી નિર્ધારિત હતું.

ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું હતું કે તમામ આરક્ષિત ટ્રેનો માટે ટિકિટનું બુકિંગ 01 સપ્ટેમ્બરને મંગળવારથી મુસાફર આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચનાની અદ્યતન માહિતી ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES (NTES) મારફતે મેળવી શકાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular