1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના દાણીલીંબડામાં AMCના ફુડ વિભાગે શંકાસ્પદ તેલના 105 ડબ્બા સીઝ કર્યા
અમદાવાદના દાણીલીંબડામાં AMCના ફુડ વિભાગે શંકાસ્પદ તેલના 105 ડબ્બા સીઝ કર્યા

અમદાવાદના દાણીલીંબડામાં AMCના ફુડ વિભાગે શંકાસ્પદ તેલના 105 ડબ્બા સીઝ કર્યા

0
Social Share
  • શંકાસ્પદ પામોલિન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કરાયો
  • શહેરમાં ખાણી-પીણીના સ્ટોલ પર ચેકિંગ કરાયું
  • 529 કિલો ગ્રામ અને 608 લિટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

અમદાવાદઃ શહેરમાં ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોના વેચાણ સામે કડક પગલાં લેવા મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યા બાદ એએમસીના ફુડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે બેરલ માર્કેટમાં આવેલા મિલન ઓઇલસ પ્રાઇવેટ લિમિટેડ નામના ગોડાઉનમાંથી ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ પામોલીન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કર્યો છે. કુલ 105 જેટલા ડબ્બાઓ જપ્ત કરી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણી માટેની ચીજવસ્તુઓમાં ચેકિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, જે અંતર્ગત પાલડી વિસ્તારમાં આવેલા યશ્સ્વી બેવરજીસમાંથી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, નરોડા હંસપુરા રોડ ઉપર નરોડા બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આવેલા બાબાદિપસિંહ રેસ્ટોરન્ટનું મલાઈ પનીર, જમાલપુર ધનજીભાઈ દૂધવાળાની સામે આવેલા મિલન ઓઇલ ડેપોમાંથી જપ્ત કરવામાં આવેલું રિફાઇનરી સમોર પામોલીન તેલ ખાવાલાયક અને હલકી ગુણવત્તાનું નીકળ્યું હતું.

આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને શહેરના ઇસ્કોન આંબલી રોડ ઉપર આવેલા એક કેફેમાં ગ્રાહકને ડિશમાં જીવાત નીકળી હોવા અંગેની ફરિયાદ મળી હતી. જેથી, ફૂડ વિભાગની ટીમને ત્યાં તપાસ કરતા અનહાઇજેનિક કન્ડિશન મળી આવી હતી, જેના પગલે કેફેને  સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે બાપુનગર વિસ્તારમાં બદામી કોલસા મીલ કમ્પાઉન્ડમાં વેજીટેબલ ચટણી બનાવતા કારખાનામાં તપાસ કરતા ફૂડ લાયસન્સ લેવામાં આવ્યું હતું, જેથી તેને પણ સીલ કરવામાં આવ્યું છે.

એએમસીના ફુડ વિભાગ દ્વારા ગઈ તા. 15 એપ્રિલથી 26 એપ્રિલ સુધીમાં બેસન- ગોળના 36, કેરીનો રસ, શેરડીનો રસ, મેંગો મિલ્ક શેક, જ્યુસ વગેરેના 16, મસાલાના 14, દૂધ અને દૂધની બનાવટના 11, ઠંડા પીણા-બરફ ગોળાના 5, ખાદ્યતેલના 5 અને અન્ય 69 એમ કુલ 163 નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા આ સમયગાળા દરમિયાન 916 જેટલા વિવિધ ખાદ્ય એકમોના તપાસી 349 નોટિસ આપવામાં આવી છે. 529 કિલો ગ્રામ અને 608 લિટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. 2.35 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે. 193 જેટલા નમૂના તપાસવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તમામ હોટલ રેસ્ટોરન્ટ, આઇસ્ક્રીમ લગતી શેરડીનો રસ, કેરીનો રસ, ઠંડા પીણા, મીઠાઈ, નમકીન વગેરે જગ્યાએ ચેકિંગ કરી આરોગ્ય સાથે ચેડા થતા હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code