1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં AMTS દ્વારા હાઈટેક વાતાનુકૂલિત ઈલેક્ટ્રિક બસો દોડાવાશે
અમદાવાદમાં AMTS દ્વારા હાઈટેક વાતાનુકૂલિત ઈલેક્ટ્રિક બસો દોડાવાશે

અમદાવાદમાં AMTS દ્વારા હાઈટેક વાતાનુકૂલિત ઈલેક્ટ્રિક બસો દોડાવાશે

0
Social Share

 અમદાવાદ, 31 ડિસેમ્બર 2025: AMTS to run high-tech air-conditioned electric buses શહેરમાં જાહેર પરિવહન સેવામાં સુધારો કરીને શહેરીજનો આરામદાયક પ્રવાસ કરી શકે તે માટે હાઈટેક ઈલેક્ટ્રિક બસો દોડાવવાનો એએમટીએસએ નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા એસી ઇલેક્ટ્રિક બસ લાવવામાં આવી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આગ જેવી ઘટનાને નિવારવા માટે ઈલે. બસોમાં ખાસ સિસ્ટમ લગાવવામાં આવી છે. જો બસની બેટરીમાં ક્યાંય પણ શોર્ટ સર્કિટ અથવા આગ લાગશે તો તરત જ બેટરી પાસે લગાવવામાં આવેલા ફાયર સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને આગ બુઝાઈ જશે.ઇલેક્ટ્રિક બસ ડિજિટલ હોવાના કારણે કોઈપણ બસને હેક કરી શકે નહી તેના માટે સિસ્ટમ લાગેલી છે. નવા લુક અને ફીચર સાથેની આધૂનિક ટેકનોલોજી યુક્ત નવી એએમટીએસની ઈલેક્ટ્રીક એસી બસ આગામી જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં રોડ પર દોડતી કરાશે.

આ અંગે એએમટીએસના  ચેરમેન ધરમશી દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું, ઇલેક્ટ્રિક બસ હોવાથી શોટ સર્કિટ થાય તો આગ પર આપોઆપ કાબુ મેળવાશે. બેટરી સેક્શનમાં નિયત માપથી વધુ તાપમાન વધતા શોટ સર્કિટ થાય તો ઓટો ફાયર સિસ્ટમ કાર્યરત થશે. ડિજિટલ ફોર્મેટ હોવાથી બસના સોફ્ટવેરને હેક ન કરી શકાય એવી ડિજિટલ સુરક્ષા રખાઈ છે. તમામ બસનું દર વર્ષે એકવાર ડિજિટલ ઓડિટ કરવામાં આવશે. બસનું રિયલ ટાઈમ ટ્રેકિંગ, સીસીટીવી અને એસઓએસ સ્વીચ સહિતના સિક્યોરિટી ફીચર લગાવવામાં આવ્યા છે.

એએમટીએસની હાઈટેક નવી ઈલેક્ટ્રિક બસોમાં તમામ ડોર બંધ થયાની ખાતરી ન થાય ત્યાં સુધી બસ આગળ વધી શકશે નહી. 20 કીમીથી ઓછી સ્પીડ હશે ત્યારે બસમાંથી ખાસ સાઉન્ડ આવશે, જેથી માર્ગ પર રાહદારીને વાહન આવતું હોવાની જાણ થશે. એરો ઇગલ કંપની સાથે પ્રતિકિલોમીટર બસ દોડાવવાના કરાર મુજબ બસ લેવામાં આવી છે. એએમટીએસ દ્વારા બસ ખરીદી માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. પ્રતિ કિલોમીટર લેખે કંપનીને પૈસા ચૂકવવામાં આવશે. નવી ઈલેક્ટ્રીક એસી બસમાં અદ્યતન ફીચર્સ લગાવવામાં આવેલા છે. ઈલેક્ટ્રીક બસમાં અવાજ આવતો નથી ત્યારે ગમે ત્યારે બસના અકસ્માત થઈ શકે છે. જો બસ 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલશે તો તરત જ તેમાંથી અવાજ આવશે. જેથી રોડ ઉપર બસની આગળ જનારા વ્યક્તિ અથવા વાહનને તરત જ ખબર પડશે કે પાછળ ઈલેક્ટ્રીક બસ આવી રહી છે. જેથી અકસ્માતને નિવારી શકાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code