વડોદરા, 3 એપ્રિલ 2026: Water Problem ચૂંટણી આવે ત્યારે મતદારો પોતાના ચૂંટેલા પ્રતિનિધિનો હિસાબ કરી લેતા હોય છે. વડોદરામાં અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને રહીશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી વોટ નહીં.” સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિક લોકોએ અગાઉ રજુઆતો કરી છતાંયે પાણીનો પ્રશ્ન ઉકેલાયો નહીં હવે ચૂંટણી ટાણે જ સ્થાનિક રહિશોએ મોરચો માંડ્યો છે.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શહેરના વોર્ડ નંબર-1માં આવેલા નિઝામપુરા વિસ્તારમાં પાણીના પ્રશ્ને ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે. આ વિસ્તારમાં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને રહીશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી વોટ નહીં.” સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
સ્થાનિક લોકોના કહેવા મુજબ જ્યારે અમે મત આપીએ છીએ ત્યારે અમારી પ્રાથમિક જરૂરિયાત ગટર, પાણી અને રોડ-રસ્તાની સુવિધા મળવી જોઈએ. અમે છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનમાં હોવા છતાં પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના પાણીથી વંચિત છીએ. સ્થાનિક કોર્પોરેટરને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. વર્તમાન ધારાસભ્ય કેયુર રોકડિયા જ્યારે 2022માં મેયર હતા, ત્યારે પણ અમે રજૂઆત કરી હતી. તે સમયે તેમણે આશ્વાસન આપ્યું હતું, છતાં આજે પણ પાણીની સમસ્યા જૈસે થે છે.


