1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશને વેરા વસૂલાત ઝુંબેશમાં 90 મિલકતોને માર્યા સીલ
ભાવનગર મ્યુનિ.કોર્પોરેશને વેરા વસૂલાત ઝુંબેશમાં 90 મિલકતોને માર્યા સીલ

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશને વેરા વસૂલાત ઝુંબેશમાં 90 મિલકતોને માર્યા સીલ

0
Social Share

ભાવનગર, 27 માર્ચ 2026: Seals 90 properties in tax collection drive   શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાતની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અગાઉ બાકીદારોને નોટિસ આપવા છતાંયે વેરાની વસુલાત ન થતા સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રામનવમીની જાહેર રજા હોવા છતાં, મ્યુનિના વિવિધ વિભાગોના 250થી વધુ કર્મચારીઓએ રિકવરી ઝુંબેશમાં જોડાઈને બાકીદારો સામે લાલ આંખ કરી હતી. જેમાં ઝુંબેશ દરમિયાન કુલ 90 મિલકતોને સીલ મારવામાં આવ્યા છે અને 22 મિલકતોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જાહેર રજાના દિવસે પણ 487 કરદાતાઓએ જાગૃતિ દાખવી કુલ રૂ.66 લાખનો મિલકત વેરો ભરપાઈ કર્યો હતો. આ સાથે જ નાણાકીય વર્ષ 2026-27ની મનપાની કુલ આવક રૂ.173.55 કરોડ પર પહોંચી છે.

ભાવનગરમાં ઘણા પ્રોપર્ટીધારકો મ્યુનિને વેરો ભરવામાં લાપરવાહી દાખવી રહ્યા છે, મ્યુનિ. દ્વારા ઘણ પ્રોપર્ટીધારકોને બાકી વેરા ભરવા માટે નોટિસો પણ આપવામાં આવી હતી. છતાં પણ ટેક્સની વસુલાત ન થતા આખરે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિની ઝુંબેશ દરમિયાન કુલ 90 મિલકતોને સીલ મારવામાં આવ્યા છે અને 22 મિલકતોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જાહેર રજાના દિવસે પણ 487 કરદાતાઓએ જાગૃતિ દાખવી કુલ રૂ.66 લાખનો મિલકત વેરો ભરપાઈ કર્યો હતો. નાગરિકોની સુવિધા માટે માર્ચ મહિનાની તમામ જાહેર રજાઓમાં પણ વેરો સ્વીકારવા માટે કેશ બારીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે. સીલિંગ કે કનેક્શન કપાત જેવી કડક કાર્યવાહીથી બચવા માટે બાકીદારોને વહેલી તકે પોતાનો વેરો ભરપાઈ કરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code