Homeગુજરાતીગુજરાતચિલોડા-દહેગામ હાઈવે પર હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલક પકડાયો

ચિલોડા-દહેગામ હાઈવે પર હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલક પકડાયો

ગાંધીનગર, 30 ઓગસ્ટ, 2026 : Biker arrested in hit-and-run incident જિલ્લાના ચીલોડા – દહેગામ રાજ્યઘોરી માર્ગ પર પખવાડિયા પહેલા એટલે કે ગઈ તા. 16મી ઓગસ્ટના રોજ અજાણ્યા રાહદારીનું કોઈ વાહનની અડફેટે મોત નિપજ્યુ હતું. આ હીટ એન્ડ રનના બનાવમાં પોલીસે અજાણ્યા વાહન અને તેના ચાલકને શોધવા હાઈવે પરના તમામ સીસીટીવીના કૂટેજ તપાસવામાં આવ્યા હતા. દરમિયાન એક બાઈકચાલકને પકડવામાં સફળતા મળી હતી. પોલીસે બાઈકચાલકની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ચિલોડા-દેહગામ સ્ટેટ હાઈવે પર લેકાવાડા પાટિયાથી મોટા ચીલોડા તરફ જવાના રોડ પર આલમપુર ગામના પાટિયા પાસે ગઈ તા, 16મી ઓગસ્ટના રોજ હીટ એન્ડ રનના બનાવમાં એક અજાણ્યા રાહદારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે હાઇવે પર લાગેલા 25થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી તેમજ સઘન ટેકનિકલ સર્વેલન્સના આધારે ફરાર થઈ ગયેલા બાઇકચાલકની ધરપકડ કરી લીધી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગત 16 ઓગસ્ટના રોજ ગાંધીનગરના આલમપુર પાટિયા પાસે હાઇવે રોડ પરથી એક અજાણ્યો રાહદારી પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલી મોટરસાયકલના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે રાહદારીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ બાઇકચાલક ઘાયલ વ્યક્તિને કોઈ તબીબી સારવાર કે મદદ પૂરી પાડ્યા વગર પોતાનું વાહન લઈને ઝડપથી નાસી છૂટ્યો હતો, જે સંદર્ભે ચીલોડા પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની હજુ સુધી કોઈ સત્તાવાર ઓળખ થઈ શકી નથી અને પ્રાથમિક દ્રષ્ટિએ તે માનસિક રીતે અસ્થિર હોવાનું જણાય છે. વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ઘટના સમયે પોતાના નાના પુત્રને બાઇક પર બેસાડીને ગાંધીનગરથી દહેગામ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન તેણે રાહદારીને અડફેટે લીધો હતો અને માનવતા નેવે મૂકીને અકસ્માત સ્થળેથી પોતાના વાહન સાથે રવાના થઈ ગયો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular