1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ-ગોંડલ હાઈવે પર એસટી બસે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત
રાજકોટ-ગોંડલ હાઈવે પર એસટી બસે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

રાજકોટ-ગોંડલ હાઈવે પર એસટી બસે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

0
Social Share
  • બાઇક ચાલકનું હેલ્મેટ પહેરવા છતાં માથું ફાટી ગયું,
  • અકસ્માત બાદ એસટી બસ ડ્રાઈવર ફરાર,
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી,

રાજકોટઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટ-ગોંડલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર. ભરૂડી ગામના પાટિયા નજીક એસટી બસે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું હતું છતાં અકસ્માતમાં એસટી બસનું ટાયર ફરી વળતાં તેનું માથું ફાટી ગયું હતું અને મોત નિપજ્યુ હતું. આ અકસ્માત બાદ એસ.ટી. બસનો ચાલક બસ મુકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવકની લાશને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર મૃતક બાઈકચાલક હેલ્મેટ પહેરીને સાવચેતીપૂર્વક રોડની સાઈડમાં પોતાનું બાઈક ચલાવી રહ્યો હતો. તે દરમિયાન, મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂટની GJ18 ZT 1941 નંબરની એસ.ટી. બસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસનું ટાયર બાઈક સવારના માથા પરથી ફરી વળ્યું, જેના કારણે તેનું તત્કાળ મૃત્યુ થયું હતું. મૃતક બાઈકચાલક ભાવિકભાઈ નરેશભાઈ લશ્કરી ગોંડલ શહેરના ભોજરાજપરા નરશીમંદિર પાસે રહેતો હતો અને ઉંમર આશરે 27 વર્ષ હતી. તે GJ03 MS 8569 નંબરની બાઈક પર નોકરી માટે જતો હતો. તે રોજ ગોંડલથી અપડાઉન કરતો હતો. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી, અને સ્થાનિક લોકોએ મૃતકના ખિસ્સામાંથી લાઇસન્સ અને કંપનીના પહેરવેશ પરથી તેની ઓળખ કરી હતી.

આ કરુણ ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, અને ફરાર બસ ચાલકની શોધખોળ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code