1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માણસામાં પાંજરાપોળ પાસે વળાંકમાં ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત
માણસામાં પાંજરાપોળ પાસે વળાંકમાં ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

માણસામાં પાંજરાપોળ પાસે વળાંકમાં ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

0
Social Share

ગાંધીનગર, 27 માર્ચ 2026: Biker dies after truck hits bike જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો દતા જાય છે. ત્યારે માણસામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. માણસા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પાંજરાપોળ પાસેના વળાક પર પુરઝડપે જઈ રહેલી બાઇક ટ્રક સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કલસી પુરા પાટા ગામના રહેવાસી કાનાભાઈ અમરાભાઇ ખાંટ વ્યવસાયે ડ્રાઇવિંગ કરે છે. તેઓ પોતાની માલિકીનો દસ ટાયર વાળો ટર્બો ટ્રક લઈને રાજપુરા સ્થિત આકાશ સિરામિકમાંથી ટાઇલ્સ ભરીને લુણાવાડા જવા નીકળ્યા હતા. દરમિયાન માણસા બજાર ક્રોસ કરી તેઓ પાંજરાપોળના વળાંક પાસે પહોંચ્યા હતા .ત્યારે સામેથી આવતી એક બાઇક (નંબર GJ-02-EE-9523) પૂરપાટ ઝડપે ટ્રકને અથડાઈ હતી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઉબખલ ગામનો રહેવાસી આનંદ રાવળ પોતાની બાઈક અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન વળાક પાસે નિયંત્રણ ગુમાવતા બાઇક ટ્રકને અથડાઈ હતી. જેના કારણે ચાલક આનંદ રાવળ ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. જેનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને બાઈકસવારોને માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ટ્રક ચાલક કાનાભાઈ ખાંટે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code