
નળ સરોવર પક્ષી અભ્યારણમાં પક્ષીઓની ગણતરી કરાશે
અમદાવાદઃ નળ સરોવર પક્ષી અભ્યારણમાં તારીખ 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાનાર છે. અંદાજે 100 જેટલા પક્ષીવિદો, તજજ્ઞો અને સ્વયં સેવકો 46 ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરીમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈકોલોજિકલ ઝોન સહિત કુલ 120.82 સ્ક્વેર કિ.મી વિસ્તારમાં પક્ષી ગણતરી કરાશે.
વન્ય પ્રાણી સંરક્ષણ ધારા- 1972ની કલમ-28 તથા 33થી મળેલ સત્તાથી આ બે દિવસ દરમિયાન નળ સરોવર પક્ષી અભ્યારણમાં પ્રવાસીઓ માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય દ્વારા જહેરનામાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો.જયપાલસિંહ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
tags:
Aajna Samachar bird Breaking News Gujarati calculation Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav Nala Sarovar Bird Sanctuary News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news