અમદાવાદ, 9 એપ્રિલ 2026: BJP gave ticket to retired IPS Manoj Ninama રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લીધે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત ચાલી રહી છે. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. થોડા દિવસ પહેલા આઈજીપી (IPS) પદેથી રાજીનામું આપ્યા બાદ આજે ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. નિનામા 31મી મેએ રિટાયર થવાના હતા પણ તે પહેલાં જ તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું. જેને સરકારે 7મી એપ્રિલે મંજૂર કર્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મનપાના ઉમદવારો અને અરવલ્લી જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં બે દિવસ પૂર્વ રાજીનામું આપનારા અને આજે ભાજપમાં જોડાનારા મનોજ નિનામાને પણ ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે સુરેન્દ્રનગર મનપાના ઉમદવારોની યાદી જાહેર કરી છે. સુરેન્દ્રનગર મનપાના 13 વોર્ડના ભાજપ ઉમેદવારોની જાહેરાત કરાઇ છે. જ્યારે પ્રથમ યાદીમાં અરવલ્લી જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરાયા છે. મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર, મેઘરજ, સાઠંબા સહિત અરવલ્લી જિલ્લાની તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરાયા છે. અરવલ્લી જિલ્લા પંચાયતની બેઠકમાં ઓડ બેઠક ઉપરથી પૂર્વ IPS મનોજ નિનામાને બેઠક ફાળવવામાં આવી છે. ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે, ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભાજપ ઉમેદવારોની પસંદગી માટે બેઠકો કરી રહ્યું છે. આવામાં આજે ભાજપે નવી મહાનગરપાલિકા બની છે, ત્યાં ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. ભાજપે સુરેન્દ્રનગરના 13 વોર્ડના ઉમેદવારોની જાહેરાત કરી છે.


