1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે : રાજ્યપાલ
સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે : રાજ્યપાલ

સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે : રાજ્યપાલ

0
Social Share
  • ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારાધન્યોગૃહસ્થાશ્રમ‘ – દંપતી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો,
  • માનવ જીવન મૂલ્યહીન થઈ જાયતો આ જ વિકાસ વિનાશનું કારણ બનશેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ “માનવ નિર્માણ માટેની પ્રથમ પ્રયોગશાળા પરિવાર છે અને માતા-પિતા તે પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો છે. જો ભાવી પેઢીને આ પ્રયોગશાળામાં સંસ્કારોથી સિંચવામાં આવે, તો તે બાળક ભવિષ્યમાં સમાજ, રાષ્ટ્ર અને માનવતાના કલ્યાણનો આધાર બની શકે છે.” આ પ્રેરણાદાયી લાગણી રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ધન્યોગૃહસ્થાશ્રમ’ – યુગલ માર્ગદર્શન કાર્યક્રમમાં વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી, ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ  ડૉ. હિતેશ જાની અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, શિક્ષકો અને યુવા દંપતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આજે મહર્ષિ ચરકની જન્મજયંતિ છે, તેનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ કહ્યું કે, હજારો વર્ષ પહેલાં આયુર્વેદમાં એવા સંશોધનો થયા હતા, જ્યાં અત્યાર સુધી આજનું વિજ્ઞાન પણ પહોંચી શક્યું નથી. પ્રાચીન ઋષિઓ અને સંતોએ પર્વતો અને જંગલોમાં રહીને ઘણા સંશોધનો કર્યા હતા. તેઓએ માનવો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમને જ્ઞાન હતું કે, જો માનવોને ખરેખર ‘માનવ’ બનાવવામાં આવે, તો  પૃથ્વી પર જ સ્વર્ગ ઉતરી શકે તેમ છે. પરંતુ જો માનવતાનો અભાવ હોય તો આ પૃથ્વી નર્ક બની શકે છે.

રાજ્યપાલએ કહ્યું કે, બાળકનું નિર્માણ માતાના ગર્ભથી શરૂ થાય છે. ભારતના ઋષિમુનિઓએ ‘સંસ્કાર’ની પ્રક્રિયાને માત્ર એક સામાજિક વિધિ તરીકે નહીં પણ એક વૈજ્ઞાનિક પ્રણાલી તરીકે રજૂ કરી હતી. ગર્ભધારણથી અગ્નિસંસ્કાર સુધીના 16 સંસ્કારોનો ખ્યાલ આપવામાં આવ્યો હતો જેથી માણસ માત્ર શરીરથી જ નહીં પરંતુ ગુણોમાં પણ શ્રેષ્ઠ બને.

તેમણે કહ્યું કે, જેમ સામાન્ય લોખંડ અને પ્લાસ્ટિક વિજ્ઞાનના સ્પર્શથી માઇક્રોફોન જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણમાં પરિવર્તિત થાય છે, તેવી જ રીતે, જો એક સામાન્ય બાળકને માતાપિતા, સમાજ અને શિક્ષણ પ્રણાલી તરફથી યોગ્ય સંસ્કાર મળે, તો તે મહાન માણસ બની શકે છે.

રાજ્યપાલએ ઊંડાણપૂર્વક સમજાવ્યું કે, આધુનિક યુગના મનો વૈજ્ઞાનીક સિગ્મંડ ફ્રાઈડે સ્વીકાર્યું હતું કે, જ્યારે બાળક તેની માતાના ખોળામાં કોઈપણ ચિંતા કર્યા વિના પોતાના પગનો અંગૂઠો ચૂસવાનું શરૂ કરે છે, ત્યારથી જ તેના વ્યક્તિત્વનું નિર્માણ શરૂ થઈ જાય છે. જ્યારે આપણા ઋષિઓએ તો તેનાથી પણ પહેલાં – બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેને સંસ્કારીત કરવાની પદ્ધતિ વિકસાવી હતી.

રાજ્યપાલએ કહ્યું કે વિકાસ, વિજ્ઞાન, કારખાનાઓ, રેલ્વે, વિમાન – આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો માનવ જીવન મૂલ્યહીન થઈ જાય, તો આ જ વિકાસ વિનાશનું કારણ બનશે. ડૉક્ટરના હાથમાં છરી જીવન બચાવે છે, જયારે ખૂનીના હાથમાં તે ઘાતક હોય છે. તેવી જ રીતે, વિજ્ઞાન અને ટેકનોલોજી ત્યારે જ ઉપયોગી થાય છે જ્યારે તેનો ઉપયોગ સદગુણી અને સમજદાર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને વર્તમાન સમસ્યાઓનું સમાધાન ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ઝેરયુક્ત ખેતીને કારણે દૂધ, ફળ, શાકભાજી અને માતાનું દૂધ પણ રસાયણો અને જંતુનાશકોથી પ્રદૂષિત થઈ ગયું છે. એક સંશોધનમાં, 105 માતાઓના દૂધમાં જંતુનાશકો મળી આવ્યા હતા. 30 નવજાત બાળકોના લોહીના નમૂનાઓમાં પણ જંતુનાશકો મળી આવ્યા હતા. જે ખૂબ ચિંતાનો વિષય છે.

કાર્યક્રમમાં ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલપતિ ડૉ. હિતેશ જાનીએ વૈદિક કાળના ગર્ભસંસ્કાર અને આયુર્વેદના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને તેમના વિચારોમાં વિગતવાર રજૂ કર્યો હતો. તેમણે સમજાવ્યું કે, માતાપિતાનો આહાર, વિચારો અને વર્તન ગર્ભ પર કેવી રીતે અસર કરે છે અને યોગ્ય વાતાવરણ અને સકારાત્મક ઉર્જા સાથે બાળકને કેવી રીતે ‘કુંદન’ બનાવી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code