1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો
સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

0
Social Share
  • ઓક્ટોબર મહિનામાં ઓપીડીમાં થયો બમણો વધારો,
  • ઝાડા-ઊલટીના 416 કેસ અને શરદી-ઉધરસના 3105 કેસ નોંધાયા,
  • તંત્ર દ્વારા મુખ્ય રસ્તાઓ, સરકારી કચેરીઓ આસપાસના વિસ્તારમાં દવાનો છંટકાવ

સુરેન્દ્રનગરઃ વરસાદી વાતાવરણને લીધે શહેર અને જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગત ઓક્ટોબર મહિનામાં 1,37,308 ઓપીડી કેસ નોંધાયા હતાય જેમાં ઝાડા- ઊલટીના 546, શરદી ઉધરસના 3602, ટાઇફોડના 2 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 43,291 લોકોના લોહીના નમૂના લેતા 8 મેલેરીયાના કેસ આવ્યા હતા. 116 લોકોના લોહીના નમૂના લેતા ડેન્ગ્યૂના 11 કેસ નોંધાયા હતા.

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં  કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે ડેન્ગ્યૂ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્સના  કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેથી સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તંત્ર દ્વારા શહેરના મુખ્ય રસ્તા,  સરકારી  કચેરીઓ આસપાસના વિસ્તોમાં દવાનો છંટકાવ કરવાાં આવ્યો છે.  બેવડી ઋતુના વાતાવરણને કારણે રોગચાળો વકર્યો છે. તાજેતરમાં પડેલા વરસાદના પરિણામે ઠેર-ઠેર પાણી ભરાવા અને ગંદકીના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વયોવૃદ્ધ લોકો અને બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. કેસોની સંખ્યા વધતા આખરે મ્યુનિના મેલેરિયા વિભાગ સફાળું જાગ્યું છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૃ કરવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને સરકારી કચેરીઓની આસપાસના વિસ્તારોમાં દવા તેમજ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. મનપા દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા અને રોગચાળો વધુ ન ફેલાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લાના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગત ઓક્ટોબર મહિનામાં 1,37,308 ઓપીડી કેસ નોંધાયા હતાય જેમાં ઝાડા- ઊલટીના 546, શરદી ઉધરસના 3602, ટાઇફોડના 2 કેસ નોંધાયા હતા. જેમાં વઢવાણમાં 6, મૂળીમાં 2, પાટડીમાં1, લીંબડીમાં 1 અને ચોટીલામાં 1 ડેન્ગ્યુ પોઝિટીવ કેસ આવ્યો હતો. જ્યારે મેલેરીયાના કેસમાં વઢવાણમાં 2, ધ્રાંગધ્રામાં 3, ચુડામાં 2, મૂળીમાં 1 અને પાટડીમાં 1 કેસ નોંધાયો હતો. 2024 ઓક્ટોબર સામે 2025ના ઓક્ટોરબરમાં ઝાડા-શરદીની કેસ ઘટ્યા પણ ડેન્ગ્યુના કેસ એક સરખા રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code