અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026: દેશભરમાં આજથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ધોરણ 10માં ગણિતનું અને ધોરણ 12માં આંત્રપ્રિન્યોરશિપનું પેપર વિદ્યાર્થીઓને એકંદરે સરળ લાગ્યુ હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર આવતા ખૂશખૂશાલ જોવા મળ્યા હતા. આ વખતે પ્રથમ વખત CBSE બોર્ડ દ્વારા 35 દિવસમાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે, જ્યારે ધોરણ 12ની ઉત્તરવહી ડિજિટલી તપાસવામાં આવશે. સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓની બે વખત પરીક્ષા લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થી પોતાની ઈચ્છા અનુસાર પેપરો આપી શકશે. CBSE બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે.. ધોરણ 10માં ગણિતનું અને ધોરણ 12માં આંત્રપ્રિન્યોરશિપનું પેપર હતુ. વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે પરીક્ષા આપી હતી. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું સ્કૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટાભાગના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર મુકવા માટે તેમના વાલીઓ આવ્યા હતા.કેટલાક વાલીઓ પરીક્ષા દરમિયાન સ્કૂલની બહાર જ રહ્યા હતા. પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓનું કડક ચેકિંગ કરી એન્ટ્રી અપાઈ હતી, જેઓને હોલ ટિકિટની સાથે ટ્રાન્સપરન્ટ બોટલ અને પાઉચ લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. આ સિવાયની કોઈપણ વસ્તુઓ લઈ જવાની મનાઈ હતી.
અમદાવાદમાં આજે 85 સ્કૂલના 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આડે પરીક્ષાનો પ્રથમ દિવસ હોવાથી 9 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પારદર્શક પાટિયું, પાઉચ, પાણીની બોટલ સિવાય કોઈ વસ્તુ સાથે લઈ જવામાં દેવામાં આવી નથી, ગેટ પર બે વખત વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું.


