1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસનો કાળો ઈતિહાસ સંસદમાં ઉજાગર થયો, તેથી નાટકમાં વ્યસ્તઃ PM મોદી
કોંગ્રેસનો કાળો ઈતિહાસ સંસદમાં ઉજાગર થયો, તેથી નાટકમાં વ્યસ્તઃ PM મોદી

કોંગ્રેસનો કાળો ઈતિહાસ સંસદમાં ઉજાગર થયો, તેથી નાટકમાં વ્યસ્તઃ PM મોદી

0
Social Share

નવી દિલ્હીઃ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષના પ્રહારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આંબેડકરનું અપમાન છુપાવી શકે નહીં. બાબાસાહેબ માટે અમારું આદર સર્વોપરી છે.

તેમણે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ અને તેનું બેકાર થઈ ચુકેલુ તંત્ર તે વિચારે છે કે, તેમના દૂર્ભાવનાપૂર્ણ જુઠ્ઠ તેમના કેટલાક વર્ષના કુકર્મો ખાસ કરીને ડો. આંબેડકર પ્રત્યે તેમના અપમાન છુપાવી શકે છે તો તે બહુ મોટી ગેરસમજ છે. ભારતના લોકોએ અનેકવાર જોયું છે કે, કેવી રીતે એક જ વંશના નેતૃત્વવાળી એક પાર્ટીએ ડો. આંબેડકરની વિરાસતને મિટાવવા અને એસસી-એસટી સમુદાયને અપમાનિત કરવા માટે તમામ ગંદી ચાલ ચાલી છે.

પીએમ મોદીએ આગળ લખ્યું કે, ‘ડૉ. આંબેડકર પ્રત્યેના કોંગ્રેસના પાપોની યાદીમાં તેમને એક વખત નહીં પરંતુ બે વખત ચૂંટણીમાં હરાવવાનો સમાવેશ થાય છે. પંડિત નેહરુએ તેમની સામે પ્રચાર કર્યો અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો. તેમને ભારત રત્ન આપવાની ના પાડી. સંસદના સેન્ટ્રલ હોલમાં તેમની તસવીરને ગૌરવનું સ્થાન ન આપો.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ ગમે તેટલી કોશિશ કરે, તેઓ એ વાતનો ઈન્કાર કરી શકતા નથી કે તેમના શાસન દરમિયાન SC-ST સમુદાયો વિરુદ્ધ સૌથી ભયાનક હત્યાકાંડો થયા છે. તેઓ વર્ષો સુધી સત્તામાં રહ્યા, પરંતુ SC અને ST સમુદાયોને સશક્ત કરવા માટે કશું નક્કર કર્યું નહીં.

પીએમ મોદીએ લખ્યું, ‘સંસદમાં ગૃહમંત્રીએ ડૉ. આંબેડકરનું અપમાન કરવા અને એસસી-એસટી સમુદાયોની અવગણના કરવાના કોંગ્રેસના કાળા ઈતિહાસનો પર્દાફાશ કર્યો. આનાથી કોંગ્રેસ સ્પષ્ટ રીતે દુખી અને આઘાતમાં છે. એટલા માટે તેઓ હવે ડ્રામા કરી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ છે. લોકો સત્ય જાણે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code