
- એએમસી દ્વારા દર વર્ષે બ્રિજોના નિયમિત ઇન્સ્પેક્શન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે,
- વર્ષ 2005 પછી બનેલા બ્રિજ માટે પ્રતિ ચો.મી. રૂ 32.5 ચૂકવાશે,
- ઈન્કટેક્સ નજીક ગાંધી બ્રિજના રીપેરીંગ કામ શરૂ કરાયું,
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 82 બ્રિજનું મજબુતાઈથી લઈને સ્ટ્રક્ચર સુધીનું નિરીક્ષણ કરવા માટે 4 એજન્સીઓને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાર સોંપવામાં આવ્યું છે. ખાનગી એજન્સીઓ દ્વારા વિવિધ બ્રિજોના પ્રાથમિક ઇન્સ્પેક્શનનો રિપોર્ટ તૈયાર કરાશે. ખાનગી એજન્સીઓને શહેરમાં વર્ષ 2005 પછી બ્રિજ બન્યો હોય તો પ્રતિ ચો.મી. રૂ.32.5 અને ડીટેઇલ ઇન્સ્પેક્શન રૂ. 36 ચૂકવાશે. જ્યારે બ્રિજ 2005 પહેલા બન્યો હોય તો તેના પ્રાથમિક ઇન્સ્પેકશન પાછળ પ્રતિ ચો.મી. રૂ. 105 અને ડીટેઇલ ઇન્સ્પેક્શન પાછળ રૂ. 120 ચુકવવામાં આવશે.
મોરબી ઝુલતા બ્રિજ અને વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તમામ બ્રિજોના ઇન્સ્પેક્શન કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. તેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે તમામ બ્રિજનું નિયમિત ઇન્સ્પેક્શન કરાવવા કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. ચાલુ વર્ષે બ્રિજના ઇન્સ્પેક્શન માટે ચાર જેટલી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એજન્સીઓ દ્વારા વિવિધ બ્રિજોના પ્રાથમિક ઇન્સ્પેક્શન કરવાના રહેશે. શહેરમાં વર્ષ 2005 પછી બ્રિજ બન્યો હોય તો પ્રતિ ચો.મી. રૂ.32.5 અને ડીટેઇલ ઇન્સ્પેક્શન રૂ. 36 ચૂકવવામાં આવશે અને જો બ્રિજ 2005 પહેલા બન્યો હોય તો તેના પ્રાથમિક ઇન્સ્પેકશન પાછળ પ્રતિ ચો.મી. રૂ. 105 અને ડીટેઇલ ઇન્સ્પેક્શન પાછળ રૂ. 120 ચુકવવામાં આવશે. જે અંગેની દરખાસ્ત મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં આવેલા તમામ બ્રિજના ઇન્સ્પેક્શન કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ વિભાગ દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં 9 જેટલા બીડર્સ પૈકી 4 એજન્સીઓ ક્વોલીફાય થઇ હતી. તમામ 4 એજન્સીઓ લોએસ્ટ એક જ ભાવે કામ કરવા તૈયારી દર્શાવી હતી. જ્યારે શહેરના સાબરમતી નદી પર આવેલા ઇન્કમટેક્સ બ્રિજ પાસેના ગાંધી બ્રિજ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા લોખંડનું ટેમ્પરરી સ્ટ્રક્ચર મૂકી સ્પ્રીડ બ્રેકર જેવું મૂક્યું છે અને નીચેના ગર્ડરના રીપેરીંગની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. આ મૂકવાના કારણે વધારે નુકસાન ન થાય અને યોગ્ય રીતે કામગીરી થઈ શકશે.