અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એરપોર્ટ પર વહેલી સવારે અંદાજે સાડાપાંચ વાગ્યાની આસપાસ પ્રવાસીઓની વધુ અવરજવર હોય એવી જગ્યાએ નમાઝ પઢવામાં આવી હતી. આ સમયે એક પ્રવાસીએ આ સમગ્ર દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.
અમદાવાદ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જાહેરમાં કેટલાક લોકો નમાઝ પઢતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. એક પ્રવાસીએ આ સમગ્ર દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા, વીડિયોમાં જોઈ શકાય છે કે 8 જેટલા પ્રવાસીઓ દ્વારા બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ અને ફ્લાઈટમાં બેસવા જતી વખતે નમાઝ પઢવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, આ પહેલાં પણ અમદાવાદમાં સહિત અને જિલ્લામાં જાહેર બાગ-બગીચા કે એસટી સ્ટેન્ડ પર નમાઝ પઢવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે એરપોર્ટ જેવી અત્યંત સુરક્ષિત ગણાતી જગ્યાએ પણ આવો જ કિસ્સો જોવા મળ્યો છે.
એરપોર્ટ પર સુરક્ષામાં તહેનાત CISFને પણ આ અંગે જાણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં આઠથી વધુ લોકો નમાઝ પઢતો હોવાનું નજરે પડી રહ્યો છે. આ મામલે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.


