1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાયબર ગઠિયાઓએ સિનિયર સિટીજન પાસેથી 99 હજાર અને યુવાન પાસેથી 65000 પડાવ્યા
સાયબર ગઠિયાઓએ સિનિયર સિટીજન પાસેથી 99 હજાર અને યુવાન પાસેથી 65000 પડાવ્યા

સાયબર ગઠિયાઓએ સિનિયર સિટીજન પાસેથી 99 હજાર અને યુવાન પાસેથી 65000 પડાવ્યા

0
Social Share

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026:  શહેરમાં સાયબર ગઠિયાઓએ 76 વર્ષીય સિનિયર સિટીજનને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપીને 99 હજાર તેમજ એક યુવાનનો મોબાઈલ ફોન હેક કરીને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરીને 65 હજારની ઠગાઈ કરી છે. આ બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 76 વર્ષીય સિનિયર સિટિજનને ગઈ તા. 8 જાન્યુઆરીએ એક વ્યક્તિએ ફોન કર્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે ATSમાં SP હોવાનો ખોટી ઓળખ આપી હતી. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા હોવાનું કહીને વૃદ્ધને ડરાવવામાં આવ્યા હતા. સીમકાર્ડ, પાસબુક સહિતની વસ્તુઓનો દિલ્હી બ્લાસ્ટ કેસમાં ઉપયોગ થયો હોવાનું કહીને એરેસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ આતંકવાદીઓએ 80 લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનું વૃદ્ધને વધુ ડરાવવામાં આવ્યા હતા. અને સિનિયર સિટિજનને એરેસ્ટ વોરંટ સહિતના ખોટા ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. ત્યારબાદ સિનિયર સિટિજનને વધુ ડરાવી વીડિયો કોલ કરીને અન્ય એક વ્યક્તિએ પોતાની ઓળખ લાલ કિલ્લા પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે આપી હતી. વીડિયો કોલમાં ખાખી વર્દીમાં વ્યક્તિને જોઈને સિનિયર સિટિજન સાયબર ઠગિયાઓની વાતમાં આવી ગયા હતા. તેમજ સિનિયર સિટિજનને દિલ્હી હાઇકોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું. જો દિલ્હી હાઈકોર્ટમાં હાજર નહીં થાય તો પોલીસ ઘરે આવીને લઈ જશે તેવી પણ ધમકી આપવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટમાં હાજર થવાથી બચવું હોય તો રૂપિયા 99000  આપવાની સાયબર ગઠિયાએ માંગણી હતી. જેથી સિનિયર સિટિજને દિલ્હી હાઈકોર્ટમાં જવાથી બચવા માટે 99 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ સિનિયર સિટિજને પરિવારમાં જાણ કરતા સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

જ્યારે બીજા બનાવમાં શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા મોહંમદનદીમ પટણી સાથે પણ છેતરપિંડી આચરવામાં આવી છે. મોહંમદનદીમ પટણી સિલાઇકામ કરે છે. તેમની પાસે 13 બેન્કોના ક્રેડિટકાર્ડ છે. 19 ડિસેમ્બરે નોકરીથી પર આવી રહ્યો હતો ત્યારે બેન્કમાંથી ફોન આવ્યો હતો. તમે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યુ છે તેવું ફોન કરનારે પૂછ્યું હતું. જે બાદ ફરિયાદીને અલગ અલગ બેંકના મેસેજ આવવા લાગ્યા હતા. જ્યારે ગઠિયાએ ફોન હેક કરીને તેમના ક્રેડિટકાર્ડમાંથી ઓનલાઇન ખરીદી કરીને કોલકત્તા વેસ્ટ બેંગાલ ખાતે ઇન્સ્ટામાર્ટમાંથી કુરિયર મંગાવ્યું હતું. અલગ અલગ ખરીદી કરીને સાયબર ગઠિયાઓએ ફરિયાદી પાસેથી 65 હજારની ઠગાઈ આચરી હતી. જેથી મોહંમદનદીમ પટણીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code