1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શિક્ષકોના તાલીમના સમયમાં ફેરફાર કરવાની માગ
ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શિક્ષકોના તાલીમના સમયમાં ફેરફાર કરવાની માગ

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શિક્ષકોના તાલીમના સમયમાં ફેરફાર કરવાની માગ

0
Social Share
  • તાલીમનો સમય બપોરે 12થી 2 વાગ્યા સુધીનો રાખવા માગ,
  • બેલેટ પેપરથી મતદાન હોવાથી શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે,
  • તાલીમનો સમય બપોરે 2થી 4નો હોવાથી શિક્ષકોને ઘેર જઈને પરત ફરવું પડે છે

ગાંધીનગરઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શિક્ષકોને ફરજ સોંપવાની હોવાથી હાલ શિક્ષકોને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની હોવાથી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને તાલીમ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. ત્યારે તાલીમનો સમય બપોરે 2થી 4 કલાકનો નિયત કરાયો છે. આથી બપોરે શાળામાંથી છુટ્યા બાદ ઘરે જઇને રસોઇ કામ કર્યા બાદ બપોરે 2 કલાકે તાલીમમાં જવાનું હોવાથી શિક્ષકોને અનુકુળતા રહેતી નથી. આથી તાલીમનો સમય બપોરે 12થી 2નો રાખવામાં આવે તેવી માંગણી શિક્ષકોમાં ઉઠી રહી છે.

ગાંધીનગર જિલ્લાની 196 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી ઇવીએમ મશીન નહી. પરંતું બેલેટ પેપરમાં મતદાન કરવાનું હોવાથી તેને લગતી ચૂંટણીની કામગીરીમાં કેવા પ્રકારની તકેદારી રાખવી તેની તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને તાલીમ આપવા માટે સમય બપોરે 2થી 4નો રાખવામાં આવ્યો છે. આથી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોની હાલત કફોડી બની રહી છે. કેમ કે હાલમાં શાળાઓનો સમય સવારનો હોવાથી બપોરે 11-30 કલાકે શાળા છુટ્યા બાદ ઘરે જઇને રસોઇ સહિતની કામગીરી પૂર્ણ કરીને પુન: બપોરે બે કલાકે તાલીમમાં જવાનું હોવાથી હાલાકી પડી રહી છે. (file photo)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code