1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાંથી રૂ. 900 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું
દિલ્હીમાંથી રૂ. 900 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું

દિલ્હીમાંથી રૂ. 900 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું

0
Social Share

નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દિલ્હીમાં 82.53 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજિત કિંમત 900 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. આ બાબતની માહિતી આપતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ કાર્યવાહી ભારતને ડ્રગ મુક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગૃહમંત્રી શાહના જણાવ્યા અનુસાર, NCBએ ડ્રગ્સ પકડવા માટે ‘બોટમ-ટુ-ટોપ’ અભિગમ અપનાવ્યો હતો. જ્યારે દિલ્હીના એક કુરિયર સેન્ટરમાંથી ડ્રગ્સનો કેટલોક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, ત્યારે તેના આધારે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ દિલ્હીથી ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું અને તેનો મુખ્ય શખ્સ દુબઈ સ્થિત એક મોટો હવાલા બિઝનેસમેન છે, જેનું દિલ્હીમાં ખાસ્સું પ્રભાવ હોવાનું કહેવાય છે.

તપાસમાં સામે આવ્યું છે કે ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ પહેલા અમદાવાદ અને સોનીપતથી દિલ્હી લાવવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપી લોકેશ ચોપરા અને અવધેશ યાદવની ધરપકડ કરી છે. આ જપ્તી ભારતમાં ‘જમીન આધારિત’ ડ્રગ્સઓની અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી હોવાનું કહેવાય છે, જે દિલ્હીમાં NCBની સતત તકેદારી અને નક્કર આયોજનનું પરિણામ છે. એનસીબીએ આ કામગીરીમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને આ કન્સાઈનમેન્ટને અત્યંત કાળજી સાથે ટ્રેક કર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code