1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના સિહોર તાલુકામાં વીજ તંત્રના દરોડામાં 50 લાખની વીજચોરી પકડાઈ
ભાવનગરના સિહોર તાલુકામાં વીજ તંત્રના દરોડામાં 50 લાખની વીજચોરી પકડાઈ

ભાવનગરના સિહોર તાલુકામાં વીજ તંત્રના દરોડામાં 50 લાખની વીજચોરી પકડાઈ

0
Social Share

ભાવનગર, 8 ફેબ્રુઆરી 2026, જિલ્લાના ગામડાઓમાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજચોરી સામે સઘન તપાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. રૂરલ ડિવિઝન નીચેના સિહોર અને વલભીપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં 50.44 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ તંત્રની તવાઈથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પીજીવીસીએલ  ભાવનગર સર્કલમાં પાંચમા દિવસે GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં ભાવનગર રૂરલ ડિવિઝન નીચેના સિહોર, વલભીપુર અને ભાવનગરના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર રૂરલ ડિવિઝન નીચે આવતા સણોસરા, સિહોર ગ્રામ્ય, સિહોર ટાઉન, વલભીપુર અને વરતેજ સબ ડિવિઝન નીચેના ગામોમાં વીજ ચેકિંગની કડક કાર્યવાહી સાથે રૂ.50.44 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ ચેકિંગના દરોડામાં વિવિધ શ્રેણીના મળી કુલ 411 વીજ જોડાણની તપાસમાં 100 ગ્રાહકોને વીજચોરી કરતા ઝડપી લેવામાં આવ્યા હતા.

પીજીવીસીએલ  ભાવનગર રૂરલ ડિવિઝન નીચેના વિસ્તારોમાં પીજીવીસીએલની કોર્પોરેટની 12, સ્થાનિકની 17 અને GUVNLની 14 ટીમો મળી કુલ 43 ટીમોના જંગી કાફલા સાથે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. સિહોર, વલભીપુર અને ભાવનગર તાલુકામાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં 408 રહેણાંકી અને 3 ખેતીવાડી શ્રેણીના મળી કુલ 411 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 99 રહેણાંકી અને એક ખેતીવાડી શ્રેણીના કુલ 100 વીજ જોડાણમાંથી ગ્રાહકોને વીજચોરી કરતા પકડી પાડવામાં આવ્યા હતા. સિહોર શહેર ઉપરાંત સણોસરા, જાંબાળા, કાજાવદર,, ચમારડી, પાટી, રાજપરા (ખોડિયાર) ગામમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code