1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સરકારી કચેરીઓ સપ્તાહમાં 5 દિવસ જ ચાલુ રાખવા કર્મચારી મંડળની રજુઆત
ગુજરાતમાં સરકારી કચેરીઓ સપ્તાહમાં 5 દિવસ જ ચાલુ રાખવા કર્મચારી મંડળની રજુઆત

ગુજરાતમાં સરકારી કચેરીઓ સપ્તાહમાં 5 દિવસ જ ચાલુ રાખવા કર્મચારી મંડળની રજુઆત

0
Social Share
  • રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અધિક મુખ્ય સચિવને લેખિત રજૂઆત
  • 5 દિવસ કચેરીમાં કામકાજથી નાગરિકોને ફાયદો થશે
  • કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસની રજાથી તેની કાર્યક્ષમતા વધશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને સપ્તાહના 5 દિવસ કચેરીઓ ચાલુ રાખીને બે દિવસની રજા આપવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકારને રજુઆત કરી છે. સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરીને સવાર અને સાંજનો છૂટવાનો સમય વધારીને સપ્તાહના 5 દિવસ કચેરીઓ ચાલુ રાખવાની માગ કરવામાં આવી છે.

ગુજરાત સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવાનુ કેટલાક સમયથી વિચારણા કરવામાં આવી રહી છે. સરકારી કચેરીના કામકાજના પાંચ દિવસ કરવાની વિચારણા કરાઇ રહી છે, જેમાં પાંચ દિવસમાં હાલના સમય કરતા વહેલા કરવાનુ પણ વિચારવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકારી કચેરીઓમાં પાંચ દિવસની કામગીરી કરવા રજૂઆત કરી છે. કર્મચારી મંડળના કહેવા મુજબ  સરકારી કચેરીઓમાં પાંચ દિવસની કામગીરી કરવાથી નાગરિકોની કામગીરી ઝડપી થશે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરતભાઇ ચૌધરીએ રાજ્યના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીને લેખિત રજૂઆત કરી છે કે, ગુજરાત વહિવટી સુધારણા પંચ દ્વારા સરકારી કચેરીઓમાં કામકાજના સમયમાં ફેરફારમાં સુધારો કરવા સુચન કરવામાં આવ્યુ છે. ત્યારે કેન્દ્ર સરકારની કચેરીઓમાં પાંચ દિવસના સપ્તાહનો અમલ કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વહિવટી તંત્ર માટે સાપ્તાહિક કામકાજના પાંચ દિવસ કરવાથી કર્મચારીઓના ખર્ચમાં બચત થશે. જેમાં વીજળી, પાણી અને પરિવહનમાં ફાયદો થશે. શનિવાર અને રવિવારના દિવસોમાં કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સમય ફાળવી શકશે. સામાજિક જીવન સાથે સંતુલન કરી શકશે. જ્યારે કર્મચારીઓની માનસિક સ્થિતિમાં પણ સુધારો થશે, ઓફિસની કાર્યક્ષમતામાં વધારો થશે. સરકારમાં મહિલાઓ માટે 33 ટકા અનામત રાખવામાં આવી છે, જેથી મહિલાઓની સંખ્યા પણ વધારે છે. કર્મચારી મહિલાઓ ઓફિસની સાથે સાથે પરિવાર અને ઘરનુ ધ્યાન રાખી શકશે. કચેરીનો સમય 9:45થી સાંજના 6:10 સુધીનો કરવામાં આવે તો રીશેષનો સમય બાદ કરતા 78 કલાક અને 50 મીનીટનો સમય થાય છે, જ્યારે પાંચ દિવસના સપ્તાહમાં સમય વધારવામાં આવે તો 79 કલાક અને 10 મીનીટ થશે. જેમાં કર્મચારીઓ 20 મીનીટ વધારે ફરજ બજાવશે. હાલમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્લી, પંજાબ અને બિહાર જેવા રાજ્યોમાં સપ્તાહમાં 5 દિવસ કામગીરી કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code