
દિલ્હીમાં આ વર્ષે પણ ફટાકડા પર રહશે પ્રતિબંધ, 1 જાન્યુઆરી 2025 સુધી પ્રતિબંધ
નવી દિલ્હીઃ દિવાળીના તહેવાને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે, ત્યારે ચાલુ વર્ષે પણ દિલ્હીની પ્રજા ફડાકટા ફોડી શકશે નહીં. દિલ્હી સરકારે આ વર્ષે પણ ફડાકડા ઉપર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ પ્રદુષણને ધ્યાનમાં રાખીને ફડાકટા ઉપર તા. 1 જાન્યુઆરી 2025 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.
દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને લઈને આ વર્ષે પણ સરકારનો નિર્ણય કડક જ રહેશે જેને અંતર્ગત આ વર્ષે પણ ફટાકડા પર જે પ્રતિબંધ છે તે લાગુ રહેશે. દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલરાયે જણાવ્યું હતું કે પ્રદૂષણને લઈને ફટાકડાના નિર્માણ, તેની સંગ્રહખોરી તથા તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ નિર્ણય ઓનલાઇન વેચાણ પર પણ લાગુ પડશે. સરકારે કડક રૂપરેખા તૈયાર કરી છે અને કોઈ પણ બાંધ છોડ કરવા માટે તૈયાર નથી.
ગોપાલ રાયે કહ્યું હતું કે, દિલ્હી સરકાર નથી ઇચ્છતી કે વેપારીઓને કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન થાય જેથી તેમને જેટલી જલ્દીથી આ નિયમની જાણ થાય તેટલું સારું. ફટાકડાના વેપારીઓ માટે કોઈક વચ્ચેનો રસ્તો નીકળવા માટે સરકાર પ્રતિબદ્ધ છે પરંતુ પર્યાવરણના ભોગે નહીં. સરકારે આ નિયમને લઈને પોલીસ વિભાગ, ડીપીસીસી અને રાજસ્વ વિભાગને સાથે લઈને કાર્યવાહી કરવાની સલાહ આપી છે અને પોતાની કાર્યપ્રણાલી તૈયાર કરવાનું કહ્યું છે.