1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોળકાના ઈંગોળી ગામે ક્રિકેટ કરવાની બાબતે બે જુથો બાખડી પડતા ફાયરિંગ
ધોળકાના ઈંગોળી ગામે ક્રિકેટ કરવાની બાબતે બે જુથો બાખડી પડતા ફાયરિંગ

ધોળકાના ઈંગોળી ગામે ક્રિકેટ કરવાની બાબતે બે જુથો બાખડી પડતા ફાયરિંગ

0
Social Share

અમદાવાદ, 23 માર્ચ 2026: Two groups clashed and fired જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ બન્ને જુથો બાખડી પડતા હિંસકરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના શખ્સે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, ધોળકાના ઈંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા.તે દરમિયાન ક્રિકેટ રમતા એક શખસને બોલ વાગ્યો હતો જેથી બંને પક્ષો સામસામે આવી ગયા હતા. મામલો ઉગ્ર થતા ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના શખસે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં થયેલા ફાયરિંગને પગલે ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ ધોળકા ડિવિઝનના ડીવાયએસપી, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઈંગોલી ગામે દોડી ગયો હતો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ બનાવમાં  ભોગ બનેલા પક્ષ દ્વારા ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો. અને ત્વરિત તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ જ હથિયારનું લાયસન્સ હતું કે કેમ તે જાણવા મળશે. ગામમાં હાલ શાંતિ છે. અને પોલીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code