
વારંવાર ઈન્ફેક્શન, ઓછી ભૂખ અને વાળ ખરવા, શું તમારા શરીરમાં મિનરલ્સની ઉણપ તો નથી?
શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે હેલ્થ એક્સપર્ટ ઘણા પ્રકારના પોષક તત્વોની વાત કરે છે, જેમ કે પ્રોટીન, કેલ્શિયમ અને વિવિધ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ. મિનરલ્સની વાત કરીએ તો શરીરને મજબૂત બનાવવા માટે ઝિંકને ઘણું મહત્વ આપવામાં આનવે છે. ઝિંક આપણા શરીરના સુરક્ષા કવચને મજબૂત બનાવે છે, જેથી આપણે બીમારીઓથી બચી શકીએ. શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઝિંક ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.
આવામાં શરીરમાં ઝિંકની ઉણપ હોય, તો માત્ર શરીર જ નબળું પડી જાય છે પણ બીમારો વારંવાર હુમલો કરવા લાગે છે.
ઝિંક શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આવામાં ઝિંકની ઉણપ હોય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આવી સ્થિતિમાં, શરીર બહારના રોગો અને ચેપ સામે લડવામાં નબળું પડી જાય છે. આવામાં શરીરમાં વારંવાર ચેપ થવા લાગે છે. શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી બીમારીઓ સતત હુમલો કરવા લાગે છે. વારંવાર ચેપ લાગવાની અસર એ થાય છે કે શરીર નબળું પડવા લાગે છે.
આ સિવાય, ઝિંકની ઉણપને કારણે, શરીરમાં ઘા જલ્દી ભરાતા નથી, ઝિંક શરીરમાં પેશીઓને સુધારે છે અને નવી પેશીઓ બનાવે છે. તેની કમીને કારણે શરીરમાં ઘાવ કે ઈજાઓ મટાડવામાં અને સાજા થવામાં વધુ સમય લે છે.
ઝિંકની કમીથી વાળ પર પણ ખરાબ અસર પડે છે અને વાળ ખરવા લાગે છે. ઝિંક વાળને મજબૂત બનાવે છે અને જો વાળ ખરે છે તો સમજી જાઓ કે તમારા આહારમાં ઝિંકની ઉણપ છે. જો ભૂખમાં કમી થવા લાગી છે તો આ પણ ઝિંકની ઉણપના લક્ષણો છે.
#HealthTips #ZincBenefits #ImmuneSystem #NutritionalAdvice #StrongImmunity #MineralDeficiency #ZincImportance #HealthAwareness #WellnessTips #NutritionalHealth #BodyStrength #ZincDeficiency #HealthyLiving #PreventiveHealth #ZincForHealth #StrongerBody #VitaminsAndMinerals #HealthAndWellness #NutritionalSupplements #ZincInDiet #ImmuneBoost