1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બેન્કના એટીએમમાં લોકોને મદદ કરવાને બહાને કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેન્ગ પકડાઈ
બેન્કના એટીએમમાં લોકોને મદદ કરવાને બહાને કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેન્ગ પકડાઈ

બેન્કના એટીએમમાં લોકોને મદદ કરવાને બહાને કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેન્ગ પકડાઈ

0
Social Share
  • વલસાડ પોલીસે આંતરરાજ્ય ATM ફ્રોડ ગેન્ગને દબોચી લીધી
  • આરોપીઓની પૂછતાછમાં 11 ગુનાનો ભેદ ઉકેલાયો
  • 62 ATM કાર્ડ, એક કાર સહિત મુદામાલ કબજે કરાયો

વલસાડ:  ટેકનોલોજીના આજના જમાનામાં પણ ઘણા એવા લોકો છે, કે તેમને એટીએમ કાર્ડ ઓપરેટ કરતા આવડતું નથી. આવા લોકો જ્યારે રૂપિયા ઉપાડવા માટે કાર્ડ લઈને એટીએમમાં જાય છે ત્યારે તેમને મદદ કરવાના બહાને કાર્ડ બદલાવીને પાસવર્ડ મેળવીને બેન્ક એકાઉન્ટ સાફ કરી દેતા હોય છે. આવા લોકોને ઠગતા ત્રમ વ્યક્તિઓની ગેન્ગને વલસાડ પોલીસે પકડી પાડીને તેમની પાસેથી જુદી જુદી બેન્કોના 62 એટીએમ કાર્ડ અને એક કાર કબજે કરી છે, આરોપીઓના પૂછતાછમાં 11 ગુનાની કબુલાત કરી છે.

વલસાડ જિલ્લા પોલીસે ATM કેન્દ્રો પર લોકોને મદદના બહાને ભોળવી અને ATM કાર્ડ બદલી છેતરપીંડી કરતી એક આંતરરાજ્ય ATM ફ્રોડ ગેંગને દબોચી લીધી છે .આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછ માં 11 ગુનાઓ ના ભેદ ઉકેલવા માં સફળતા મળી છે.

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવા જતા લોકો સાથે છેતરપિંડીના બનાવો બની રહ્યા હતા . એટીએમ ઠગાઈના મામલા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા સીટી પોલીસ પણ હરકતમાં આવી હતી. વલસાડના એક વિસ્તારમાં એટીએમ કેન્દ્ર પરથી એક વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલી થઈ ગયું હોવાની સીટી પોલીસને જાણ થઈ હતી.. આથી વલસાડ પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સની સાથે બાતમીદારોના નેટવર્કના આધારે આરોપીઓને ઝડપવા પ્રયાસ કર્યા હતા.દરમિયાન જ પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લા પોલીસે વલસાડ નજીક હાઈવે પરથી એક કારમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી તપાસ કરતા આ વ્યક્તિઓ જ આંતરરાજય એટીએમ ફ્રોડ ગેંગના સાગરીતો હોવાનું બહાર આવ્યું હતું..

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એટીએમ કાર્ડચોર ગેન્ગ વલસાડમાંથી ગુનો આચરી  નવસારી ફરાર થઈ ગયા હતા અને નવસારીથી તેઓ મુંબઈ તરફ ફરાર થઈ રહ્યા હતા. દરમિયાન જ વલસાડ પોલીસે આ ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. આરોપી પાસેથી પોલીસે એક લાખથી વધુ રૂપિયા રોકડા અને 62 જેટલા એ.ટી.એમ કાર્ડ અને એક કાર સહિત અંદાજે 4 લાખ રૂપિયાથી વધુ નો મુદામાલ પણ કબજે કર્યા છે. આ ત્રિપુટી ગેંગ મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી છે છે પરંતુ હાલ તેઓ મુંબઈ અંધેરીમાં વસવાટ કરે છે .આરોપીઓમાં  શઇદ ઉર્ફે સૈયદ કમાલુદ્દીન હાજી,  અબ્દુલ હકીમ કુરેશી,  રિયાઝ સરતાજ ખાનનો સમાવેશ થાય છે. પોલીસના હાથે ઝડપાયેલો આ એટીએમ ઠગ ખૂબ શાતિર છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીઓ આચરેલા 11 ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ તેમજ મધ્યપ્રદેશમાં પણ ગુનાઓ આચરેલા છે.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી વાત કરીએ તો ઝડપાયેલા આરોપીઓ કારમાં વિવિધ શહેરોમાં અને વિસ્તારમાં ફરતા હતા અને મુખ્યત્વે છેવાડાના વિસ્તારોમાં અને ઓછી અવરજવરવાળા એટીએમ કેન્દ્રની આસપાસ રેકી કરતા હતા અને એકલદોકલ પૈસા ઉપાડવા આવતા વ્યક્તિઓ કે એટીએમ માંથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી અનુભવતા લોકોને વાતોમાં ભોળવી મદદના બહાને તેઓ યુક્તિપૂર્વક એટીએમ કાર્ડ બદલી અને પીન નંબર જાણી અને બારોબાર પૈસા ઉપાડી ફરાર થઈ જતા હોવાનું પણ બહાર આવ્યું છે.   ઝડપાયેલી ત્રિપુટી પાસે એક લાખ રૂપિયાની રોકડ રકમ અને ઢગલા બંધ એટીએમ કાર્ડ જપ્ત થયા છે .

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code