અસદ અલી અંડર (13) રાઈઝીંગ સ્ટાર ટ્રોફીની મેચમાં GCIની ટીમે અસદ અલી ક્રિકેટ કલબની ટીમને હરાવી
અમદાવાદઃ અસદ અલી અંડર 13 રાઈઝીંગ સ્ટાર ટ્રોફી ટુર્નામેન્ટની મેચ અસદ અલી ક્રિકેટ કલબ અને GCI (બી) વચ્ચે રમાઈ હતી. જેમાં જીસીબીની 77 રનથી જીત થઈ હતી.
30-30 ઓલરની આ મેચમાં પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી GCI (બી)ની ટીમે 8 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યાં હતા. હેનીલ પટેલે 38, યુગ પટેલે 22, જેવીનએ 19 અને માહિર પટેલે 15 રન ફટકાર્યાં હતા. જ્યારે અસદ અલી ક્રિકેટ કલબ યુગ સોમપુરા અને ધ્યેય ગોહિલએ 3-3 તથા ભુવીક જામી તથા કૈલાશ ગોલે એક-એક વિકેટ ઝડપી હતી.
140 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અસદ અલી ક્રિકેટ કલબની ટીમ માત્ર 61 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ધ્યેય ગોહિલ (14), અવી બારૈયા (10) અને યુગ સોમપુરા (10) સિવાય કોઈ ખેલાડી ડબલ ડીજીટમાં પહોંચી શક્યા ન હતા. GCI (બી) તરફથી વિવાન ત્રિવેદીએ 4 તથા આરવ શાહ, કુશ અને સહર્ષ ગાયકવાડએ બે-બે વિકેટ ઝડપીને હરીફ ટીમને 66 રનમાં ઓલઆઉટ કરી નાખી હતી.


