નાણાકીય વર્ષ 2024-25માં વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજઃ NSO
નવી દિલ્હીઃ નેશનલ સ્ટેટિસ્ટિકલ કાર્યાલય (NSO) એ મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્રના વિકાસ દરના તેના પ્રથમ આગોતરા અંદાજો જાહેર કર્યા હતા. NSO અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં વૃદ્ધિ દર 6.4 ટકા રહી શકે છે. NSO દ્વારા અનુમાનિત વૃદ્ધિ દર છેલ્લા નાણાકીય વર્ષના વિકાસ દર કરતાં ઘણો ઓછો છે. ગયા નાણાકીય વર્ષમાં દેશનો વિકાસ દર 8.2 ટકા હતો.આ અંદાજ માર્ચ 2025માં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 6.6 ટકાના તાજેતરના અંદાજ કરતા ઓછો છે.
2024-25 માટે રાષ્ટ્રીય આવકના પ્રથમ આગોતરા અંદાજો બહાર પાડતા, NSOએ જણાવ્યું હતું કે, “વાસ્તવિક જીડીપી નાણાકીય વર્ષ 2024-25માં 6.4 ટકાના દરે વધવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપીના કામચલાઉ અંદાજ (PE) એ 8.2 ટકાનો વૃદ્ધિ દર જણાવ્યો છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Financial Year 2024-25 Growth rate Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates NSO Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news