1. Home
  2. ગુજરાતી
  3. GST સુધારાઓથી 140 કરોડ દેશવાસીઓને મોટી રાહત મળી : અશ્વિની વૈષ્ણવ
GST સુધારાઓથી 140 કરોડ દેશવાસીઓને મોટી રાહત મળી : અશ્વિની વૈષ્ણવ

GST સુધારાઓથી 140 કરોડ દેશવાસીઓને મોટી રાહત મળી : અશ્વિની વૈષ્ણવ

0
Social Share

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાઓને 140 કરોડ દેશવાસીઓ માટે મોટી રાહત ગણાવી છે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મુખ્યાલય ખાતે એક પત્રકાર પરિષદમાં વૈષ્ણવે કહ્યું, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મધ્યમ વર્ગ પ્રત્યે ખૂબ જ નિષ્ઠા છે, જે આપણને બધાને સમયાંતરે દેખાય છે. તેમણે કરમાં મોટા સુધારા કરીને અને 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોને મુક્તિ આપી અને હવે GST માં મોટા સુધારા કરીને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત અને ભેટ આપી છે.” તેમણે કહ્યું કે, GST માં જે પ્રકારના સુધારા થયા છે, તેનાથી દેશના 140 કરોડ દેશવાસીઓને મોટી રાહત મળી છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વૈષ્ણવે કહ્યું કે, 2014 પહેલા કરવેરાની એક જાળ ફેલાવવામાં આવી હતી, જેના કારણે દરેક વસ્તુ પર અનેક પ્રકારના કર લાદીને એક સરળ પરિવાર, સામાન્ય માણસ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોટો બોજ નાખવામાં આવ્યો હતો. મંત્રીએ કહ્યું કે, આજે જીએસટી માં સુધારાથી દેશના લોકો પર મોટી અસર પડશે અને તેમને રાહત મળશે. બધી આવશ્યક વસ્તુઓ પર GST ઘટાડવામાં આવ્યો છે. તેનાથી ખોરાક, કપડાં અને રહેઠાણ પરના કરનો બોજ ઓછો થયો છે.

કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું કે, “આજે દરેક ઘરમાં અનેક પ્રકારના ઇલેક્ટ્રોનિક સામાનનો ઉપયોગ થાય છે અને જે રીતે સોલાર પેનલથી લઈને મોબાઈલ ફોન જેવી વસ્તુઓ પર જીએસટી ટેક્સમાં સુધારો કરવામાં આવ્યો છે, તેનાથી લોકોને આ વસ્તુઓ પર ખર્ચ કરવામાં રાહત મળશે.” તેમણે કહ્યું કે, વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી દેશને ખાતરી આપતાં લીધેલા સંકલ્પને ખરેખર પૂર્ણ કર્યો છે. તેમણે કહ્યું કે, 22મી તારીખે પહેલી નવરાત્રી દેશના 140 કરોડ લોકો માટે નવી ખુશી લાવશે. આજથી જીએસટી ટેક્સમાં સુધારા લાગુ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code