1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને 2027થી બારકોડ સાથે માર્કશીટ અપાશે
ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને 2027થી બારકોડ સાથે માર્કશીટ અપાશે

ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને 2027થી બારકોડ સાથે માર્કશીટ અપાશે

0
Social Share

ગાંધીનગર, 30 માર્ચ 2026: Class 10-12 will be given marksheets with barcodes from 2027 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2027થી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં ફેરફાર કરાશે. જેમાં હાલ વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાય છે તેમાં બારકોડ નથી હોતો. જેથી ડિજિટલ વેરિફિકેશનમાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે 2027ની બોર્ડ પરીક્ષાથી વિદ્યાર્થીઓને ધોરણ 10-12ની માર્કશીટ બારકોડ સાથેની અપાશે. જેમાં નીચેની બાજુએ અલગથી બારકોડ મુકાશે. જે સ્કેન કરીને વિદ્યાર્થી ડિજિટલ કોપી પણ રાખી શકશે અને વેરિફિકેશનમાં પણ સરળતા રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે અને આ લાખો વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં છેલ્લા 21 વર્ષથી કોઈ અપડેટેશન કરાયું ન હોય કે ડિજિટલાઇઝેશન ન થયું હોય અને ફોર્મેટ ન બદલાયું હોવાની ફરિયાદ ઊઠી છે. ધોરણ 10 અને 12ની માર્કશીટ આજે પણ દાયકાઓ જૂના ફોર્મેટમાં જ અપાય છે. અન્ય રાજ્યો અને સીબીએસઈ બોર્ડ દ્વારા ક્યુઆર કોડ, ડિજિટલ સિગ્નેચર સાથેની માર્કશીટ અપાય છે અને ડિજિલોકરમાં પણ પરિણામ સાથે જ માર્કશીટનો ડેટા મુકવામાં આવે છે.

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની માર્કશીટમાં વર્ષોથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.. કર્ણાટક બોર્ડ દ્વારા બ્લોકચેન-સીસ્ટમ સાથેની ડેટાટેમ્પર પ્રૂફ તેમજ ફોટા સાથેની અને મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા ડિજિટલ સિગ્નેચર તેમજ ક્યુઆર કોડ સાથેની માર્કશીટ અપાય છે. માર્કશીટમાં ફેરફાર કરવા માટે કોંગ્રેસ દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી. ત્યારે હવે આગામી 2027ની પરીક્ષાથી ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓનો ક્યુઆર-બારકોડ સાથેની ડિજિટલાઇઝ્ડ માર્કશીટ આપવામાં આવશે. જે માટે માર્કશીટનું ફોર્મેટ બદલાશે. જોકે ડિજિટલ સિગ્નેચર અને ફોટા માટેની કોઈ વિચારણા હાલ બોર્ડ દ્વારા થઈ નથી. ક્યુઆર કોડ સાથે માર્કશીટ મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code