
- ખંડ નિરીક્ષકો, સુરવાઈઝરો સહિતના કર્મચારીઓને મહેનતાણામાં વધારો ન કરાયો
- વર્ષોથી શિક્ષકોના મહેનતાણામાં કોઈ વધારો કર્યો નથી
- અગાઉ બોર્ડના સત્તાધિશોને રજુઆત કરવામાં આવી હતી
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પરીક્ષાની કામગીરી કરતા ખંડ નિરીક્ષકો, ઉત્તરવહી ચકાસણી અને સુપરવિઝન સહિતની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના મહેનતાણાં તેમજ ભથ્થાંમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. આથી ખંડ નિરીક્ષકો તેમજ પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓમાં કચવાટ જાવા મળી રહ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 27મી, માર્ચથી ધોરણ-10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષાની કામગીરી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે. આ પરીક્ષાની કામગીરીમાં સુપરવિઝન, સીસી કેમેરાનું મોનીટરીંગ, સ્ટ્રોંગ રૂમમાંથી પ્રશ્નપત્રોને સલામત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની કામગીરી, સરકારી પ્રતિનિધી તરીકેની કામગીરી સોંપવામાં આવે છે. પરીક્ષા પૂર્ણ થાય પછી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિષયવાર શિક્ષકોને વિદ્યાર્થીઓની ઉત્તરવહિ મૂલ્યાંકનની કામગીરી સોંપવામાં આવે છે. જોકે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષાની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પરંતું તેની સાથે સાથે પરીક્ષાની ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના મહેનતાણાં તેમજ અન્ય ભથ્થામાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. આથી પરીક્ષાની કામગીરી કરતા કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની કામગીરી કરતા શિક્ષકો સહિત કર્મચારીઓને મહેનતાણાની રકમ વર્ષોથી વધારવામાં આવી નથી. આથી મહેનતાણાની રકમમાં વધારો કરવામાં આઅવે તેવી માગ ઊઠી છે,