
- કલેકટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારે લોકબુકનો જ ઉપયોગ કરવો પડશે
- મહેસૂલ વિભાગનો તા.૦1/૦1/2022નો ઠરાવ રદ કરાયો
- લોગબુક આધારીત વાહનોના ઉપયોગ માટે ગુજરાત મુલ્કી સેવા (મુ.ભ.) નિયમો પાળવા પડશે
ગાંધીનગરઃ રાજ્યમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. હવે પ્રાંત અધિકારી અને મામલતદારને પણ લોગબુકનો જ ઉપયોગ કરવો પડશે. પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજ અર્થે ફાળવેલા પેટ્રોલ અને ડીઝલના વાહનો માટે કાયમી ભથ્થું ચૂકવાતું હતું. જોકે આ કાયમી ભથ્થું ચૂકવવાનો 2022 નો પરિપત્ર મહેસુલ વિભાગે રદ કર્યો છે. હવે આ અધિકારીઓએ પણ લોગબુક અને તે માટેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. આ વાહનોમાં વપરાતા પેટ્રોલ-ડીઝલની એક્ચ્યુઅલ કિંમત તેમજ દૈનિક ભથ્થું આપવામાં આવશે.
રાજ્ય સરકારે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે. કે, મહેસૂલ વિભાગ હેઠળની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સરકારી કામકાજ અર્થે ફાળવવામાં આવેલ પેટ્રોલ/ડિઝલ સંચાલિત વાહનો માટે કાયમી મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવે છે. પેટ્રોલ ડિઝલના ભાવોમાં થયેલ વધારા તથા દૈનિક ભથ્થાના દરોમાં થયેલો વધારી લક્ષમાં લઈ સરકાર દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારો ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાના દરમાં વંચાણે લીધા કમ-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગના તા.૦1/૦1/2022ના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે.
રાજ્ય સરકારની પ્રજાલક્ષી સતત ચાલતી પ્રવૃત્તિઓ, યોજનાઓ, કાર્યક્રમોને અસરકારક બનાવવા માટે ક્ષેત્રીય કામગીરી કરતા અધિકારીઓને અવાર-નવાર સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોઈ વંચાણે લીધા ક્રમ-(1)માં દર્શાવેલ મહેસૂલ વિભાગના તા.૦1/૦1/2022ના ઠરાવથી મહેસૂલ વિભાગ હસ્તકના પ્રાંત અધિકારી અને મામલતદારો ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાની જગ્યાએ રાજ્ય સરકારના અન્ય અધિકારીઓની જેમ લોગબુક ઉપર લાવવાની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા વંચાણે લીધા કમ-(1)માં દર્શાવેલ મહેસૂલ વિભાગનો તા.૦1/૦1/2022નો ઠરાવ આથી રદ કરી તેની જગ્યાએ પ્રાંત અધિકારી અને મામલતદારો કે જેઓને સરકારી કામકાજ અર્થે પેટ્રોલ/ડિઝલ સંચાલિત સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોય તેઓને ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુક આધારીત વાહનનો ઉપયોગ કરવા આથી ઠરાવવામાં આવે છે. વધુમાં આ અધિકારીઓ દ્વારા જે મુસાફરી કરવામાં આવે તે માટે પેટ્રોલ કે ડીઝલનો ખરેખર ખર્ચ ઉપરાંત લાગુ પડતા દરે દૈનિક ભથ્થાની બર્ચ ચુકવવાનો રહેશે.