1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડ્રગ્સ માફિયાઓ ફરતે ગુજરાત પોલીસે NARIT ‘AIનો મજબૂત ગાળિયો બનાવ્યો
ડ્રગ્સ માફિયાઓ ફરતે ગુજરાત પોલીસે NARIT ‘AIનો મજબૂત ગાળિયો બનાવ્યો

ડ્રગ્સ માફિયાઓ ફરતે ગુજરાત પોલીસે NARIT ‘AIનો મજબૂત ગાળિયો બનાવ્યો

0
Social Share

ગાંધીનગર, 10 એપ્રિલ 2026: Gujarat Police launches ‘NARIT AI’ રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે  ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ગુજરાત પોલીસે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યુ છે. આ પહેલનો હેતુ નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો છે.

NARIT AI એક Retrieval Augmented Generation (RAG) આધારિત સિસ્ટમ છે, જે NDPS કાનૂની માળખા હેઠળના જટિલ નાર્કોટિક્સ કેસોને હેન્ડલ કરવામાં તપાસ કરનાર અધિકારી અને એજન્સીને મદદરૂપ થાય છે.

મહત્વની વાત એ છે કે, આ ટૂલ દરેક કેસ સંદર્ભે કાનૂની જોગવાઈઓ, કાયદા અને તપાસ પ્રક્રિયાઓને એકઠી કરીને તપાસ અધિકારીઓને રિયલ-ટાઈમ વિશ્લેષણ કરી કાનુની સલાહ પણ આપે છે.  ભારતમાં કોઈપણ રાજ્ય પોલીસ અથવા કાયદાનો અમલ કરતી એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું આ પ્રથમ પ્રકારનું AI આધારિત ટૂલ છે. આ એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપના સહયોગથી વિકસાવવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય ડ્રગ્સ સબંધિત ગૂનાઓને નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ છે. આ સમગ્ર નેટવર્ક તોડી પાડવા માટે જે કંઇ પણ કરવુ પડે તે માટે અમે કટિબદ્ધ છીએ. ડ્રગ્સ સંબંધિત ગુનાઓની અસરકારક તપાસ થાય અને આરોપીઓ સામે અસરકારક કાનુની ગાળિયો બંધાય તે માટે અમે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરી છે અને ટેકનોલોજીની મદદથી આ કાર્ય બધુ મજબૂત બનશે,’’

આ એપ્લિકેશન ગુજરાત રાજ્ય પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવ અને સુરત શહેર પોલીસ કમિશનર  અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે અને પશ્ચિમ રેલવે, વડોદરાના પોલીસ અધિક્ષક (SP)  અભય સોનીની આ પહેલ છે.

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને આવા ગંભીર ગુનાઓને રોકવા માટે અને તેની કડક તપાસ થાય તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અગાઉ તપાસ માત્ર વિશેષ તાલીમ પ્રાપ્ત પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરાતી હતી, જેના કારણે કામનો ભાર અને વહીવટી વિલંબ સર્જાતો હતો. આ ટૂલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ તરીકે કાર્ય કરશે અને દરેક તપાસ અધિકારીને નિયમો મુજબ યોગ્ય તપાસ કરવાની સક્ષમતા આપશે, જેના કારણે NDPS કેસોમાં કન્વિક્શન રેટ (conviction rate) સુધરશે. આ એપ્લિકેશન હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક કેસો, બેર એક્ટ્સ અને સરકારી માર્ગદર્શિકાઓ પર તાલીમિત હોવાથી ‘હેલ્યુસિનેશન’ની શક્યતા ખૂબ ઓછી છે અને તપાસ અધિકારીને વૈજ્ઞાનિક ઢબે તપાસમાં મદદરૂપ થાય છે,”  અભય સોની, પોલીસ વડા, વેસ્ટર્ન રેલ્વે, વડોદરા, એ જણાવ્યું. આ એપ્લિકેશન બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code