ડિવાઈસમાં મેલવેર નાખવા માટે હોકર્સ કરી રહ્યાં છે AI કોડનો ઉપયોગ
નવી દિલ્હીઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ધીમે ધીમે લોકો માટે સમસ્યા બની રહી છે. સૌથી મોટી સમસ્યા જનરેટિવ AIની છે. જનરેટિવ AI નો ઉપયોગ સારા હેતુઓની સાથેને ખરાબ હેતુઓ માટે પણ મોટા પાયે થઈ રહ્યો છે. હેકર્સ જનરેટિવ એઆઈનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે.
જનરેટિવ AIનો સૌથી વધુ ઉપયોગ કોડ અને પ્રોગ્રામિંગ માટે થઈ રહ્યો છે. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, જનરેટિવ AIની મદદથી હેકર્સ મિનિટોમાં કોડની સેંકડો લાઇન લખી રહ્યા છે અને તેનો ઉપયોગ લોકોની સિસ્ટમમાં માલવેર નાખવા માટે કરી રહ્યા છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે, હેકર્સે ફ્રેન્ચ ભાષી લોકોને નિશાન બનાવીને એક દુર્ભાવનાપૂર્ણ અભિયાન શરૂ કર્યું છે. આ ઝુંબેશ હેઠળ, હેકર્સે તેમની સ્ક્રીન અને કીસ્ટ્રોકને ઍક્સેસ કરવા અને રેકોર્ડ કરવા માટે લોકોની સિસ્ટમમાં AsyncRAT નામનો માલવેર દાખલ કર્યો છે.
રિપોર્ટ અનુસાર, આ માલવેરમાં કોડ VBScript અને JavaScript પ્રોગ્રામિંગ ભાષાઓમાં લખવામાં આવ્યો હતો અને તેને જનરેટિવ AI ટૂલ્સની મદદથી બનાવવામાં આવ્યો હતો. સ્ક્રિપ્ટનું માળખું, કોડની દરેક લાઇનને સમજાવતી ટિપ્પણીઓ, અને સ્થાનિક ભાષામાં ફંક્શનના નામ અને વેરિએબલ્સની પસંદગી એ મજબૂત સંકેતો છે કે આ માલવેર બનાવવા માટે જનરેટિવ AI નો ઉપયોગ કર્યો હતો. આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, જનરેટિવ AIની મદદથી માલવેર બનાવવું અને કોઈને શિકાર બનાવવું કેટલું સરળ છે.