લ્યો બોલો.. સાયબર ટીમ જ બની ડિજિટલ ફ્રોડનો શિકાર
ડિજિટલના યુગમાં ઘણા બધા કામો ડિજિટલ થઈ ગયા છે. મનુષ્યના જીવનને સરળ બનાવાવનું કામ ડિજિટલ પ્લેટફોર્મએ કરી દીધું છે પરંતુ જે વસ્તુના ફાયદા હોય તેના ગેરફાયદા પણ હોય છે. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ઘણાબધા લોકો જોડે ડિજિટલ રીતે છેતરપિંડી થઈ છે અને આ છેતરપિંડીનો નિકાલ કરવા સાયબર ક્રાઇમનો સહારો લીધો હશે પણ સાયબર એક્સપર્ટ જોડે જ જો છેતરપિંડી થાય તો? લાગે છે ને નવાઈની વાત..
હા.. આ વાત સાચી હોવાનું પુરવાર પણ થયું છે અને આ ગંભીર બાબત પણ છે કે સાયબર એક્સપર્ટ જ સાયબર ક્રાઇમનો શિકાર બની છે. સાયબર ગુનેગારો લોકોનો પોતાના જાળમાં ફસાવવા માટે સતત નવા-નવા હથકંડા અપનાવતા હોય છે. સાયબર ગુનેગારોએ એનબીસીસી એટલે કે (નેશનલ બિલ્ડિંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન)ના ડિરેક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 55 લાખ રૂપિયાની મોટી છેતરપિંડી કરી હતી. તમને જણાવી દઈએ કે ડિરેક્ટર એનબીસીસીમાં સાયબર મામલાઓનો જુએ છે, છતાં તે સાયબર ઠગાઈના જાળમાં ફસાઈ ગઈ.
પોલીસે નોંધી ફરિયાદ:
આ કેસમાં દિલ્હી પોલીસની ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSOU) યુનિટે ગુનેગારોનો ભાંડાફોડ કરીને ત્રણ સાઇબર ગુનેગારોને પકડી લીધા છે. આ મામલે IFSOના ડીસીપી ડો. હેમંત તિવારીએ જણાવ્યું કે 12 સપ્ટેમ્બરે એનબીસીસીની ડીરેક્ટરે પોતાની સાથે ડિજિટલ અરેસ્ટની ફરિયાદ નોંધાઈ હતી.
આ જોતાં ઘણા વાચકોને હસવું પણ આવતું હશે પણ આ ખરેખર એક ગંભીર વિષય છે કે આપણા દેશમાં સાયબર ટીમ જ ડિજિટલનો શિકાર બનતી હોય તો આમ જનતાનું શું?