1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં રિટાયર્ડ DGના ઘરમાં પિસ્તલની ચોરી કેસમાં ઘરઘાટીની ધરપકડ
અમદાવાદમાં રિટાયર્ડ DGના ઘરમાં પિસ્તલની ચોરી કેસમાં ઘરઘાટીની ધરપકડ

અમદાવાદમાં રિટાયર્ડ DGના ઘરમાં પિસ્તલની ચોરી કેસમાં ઘરઘાટીની ધરપકડ

0
Social Share

અમદાવાદ, 16 માર્ચ 2026: Servant arrested in case of pistol theft from retired DG’s house શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા રિટાયર્ડ ડીજીના ઘરમાં લાયસન્સવાળી પિસ્તોલની ચોરી કેસમાં પોલીસે ત્વરિત તપાસ કરીને નાસી ગયેલા ઘરઘાટીની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. ઘરઘાટીએ સમાજમાં રોલો પાડવા માટે તેમજ સોશિયલ મીડિયા માટે રીલ બનાવવા પિસ્તોલની ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત ડીજીના પુત્ર લાયસન્સવાળી પિસ્ટલ અને રાઉન્ડ જમા કરાવવા જવાના હતા પરંતુ આ હથિયાર કબાટમાંથી ગાયબ હતા જેથી તેમણે ઘરઘાટીને પૂછતા તેણે અજાણ હોવાનું જણાવ્યું હતું.જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસે ઘરઘાટી પર શંકા રાખીને પૂછપરછ કરતા તેણે હથિયાર ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વસ્ત્રાપુરમાં આવેલા ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા અમનદિપસિંગ રિટાયર્ડ ડીજી ગુરુદયાલસિંગના પુત્ર છે. અમનદિપસિંગ ગૌશાળા ધરાવીને દૂધ અને ઘીનો વેપાર કરે છે. અમનદીપસિંગની માતાએ વર્ષ 2004માં સ્વરક્ષણ માટે લાયસન્સ વાળી કોલ્ટ પોઇન્ટ 25 પિસ્ટલ ખરીદી હતી.અમનદિપસિંગના ઘરે પહેલા ઘરકામ માટે એક મહિલા કામ કરતી હતી. પરંતુ તે બે માસથી આવતી ન હોવાથી તેમણે ઓળખીતા દ્વારા મહીપાલસિંહ સીસોદીયા (રહે. રાજસ્થાન)ને 15 હજારના પગારે નોકરીએ રાખ્યો હતો.મહિપાલસિંહ બે માસથી મકાનમાલિક અમનદિપસિંગના ઘરે જ રહેતો હતો. થોડા દિવસ પહેલા હથિયાર ડીલરને જમા કરાવવાનું હોવાથી અમનદિપસિંગ કબાટમાંથી હથિયાર લેવા જતા પિસ્ટલ અને રાઉન્ડ મળી આવ્યા નહોતા. દરમિયાન ઘરઘાટી મહિપાલસિંહને હથિયાર બાબતે પૂછતા તેણે અજાણ હોવાનું જણાવ્યુ હતું.જેથી અમનદીપસિંગે પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘરઘાટી મહિપાલસિંહની ઉંડાણપુર્વક પૂછપરછ કરતા ઘરઘાટી મહિપાલસિંહ સીસોદીયાએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.આરોપી હથિયાર ચોરી કરીને હોળી સમયે વતન રાજસ્થાન ગયો હતો.ત્યારે ત્યાંના મકાનમાં હથિયાર મૂકી દીધા હતા. વતનમાં હથિયાર સાથે રોલો પાડવા અને ફોટો પડાવાવવાનો શોખ પૂરો કરવા ચોરી કર્યાની કબૂલાત કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code