1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ક્યા વિભાગ માટે કેટલા રૂપિયા ફાળવ્યા..જાણો
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ક્યા વિભાગ માટે કેટલા રૂપિયા ફાળવ્યા..જાણો

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ક્યા વિભાગ માટે કેટલા રૂપિયા ફાળવ્યા..જાણો

0
Social Share

ગાંધીનગર,18 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું અંદાજપત્ર રજુ કર્યુ હતું. જેમાં વિવિધ સરકારી વિભાગો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. જે આ મુજબ છે.

  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ૭૦૮૬ કરોડની જોગવાઇ,
  • ગૃહ વિભાગ માટે કુલ ૧૪૨૬૫ કરોડની જોગવાઇ,
  • કાયદા વિભાગ માટે કુલ ૨૭૦૨ કરોડની જોગવાઇ,
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ૪૫૨ કરોડની જોગવાઇ,
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ૪૮૪૨ કરોડની જોગવાઇ,
  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ૩૫૬૦ કરોડની જોગવાઇ,
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૫૪૨૫ કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ માટે કુલ ૬૩૧૮૪ કરોડની જોગવાઇ,
  • શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ૨૯૦૨ કરોડની જોગવાઇ,
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ૪૦૦ કરોડની જોગવાઇ.
  • સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે ૯૬ કરોડની જોગવાઇ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૨૫૪૦૩ કરોડની જોગવાઇ,
  • અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ૨૮૫૬ કરોડની જોગવાઇ,  
  • રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ૨૦૦૬ કરોડની જોગવાઇ, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ૨૯૭૦૯ કરોડની જોગવાઇ,
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે  કુલ ૩૩૫૦૪ કરોડની જોગવાઇ,
  • પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ૧૪૮૫૮ કરોડની જોગવાઇ.
  • નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ૨૫૯૬૦ કરોડની જોગવાઇ,
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ૪૩૧૪ કરોડની જોગવાઇ,
  • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ૨૬૩૪ કરોડની જોગવાઇ,
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ૧૩૯૪૨ કરોડની જોગવાઇ,
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨૪૦૨૨ કરોડની જોગવાઇ,
  • સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ૨૯૧૦ કરોડની જોગવાઇ,
  • મહેસૂલ વિભાગ માટે કુલ ૫૫૫૨ કરોડની જોગવાઇ,
  • ક્લાઇમેટ ચેન્‍જ વિભાગ માટે કુલ ૪૨૯ કરોડની જોગવાઇ
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code