1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં તમામ ડીઈઓ કચેરીઓને હવે ઈ-સરકાર ફાઈલનું અમલીકરણ ફરજિયાત
ગુજરાતમાં તમામ ડીઈઓ કચેરીઓને હવે ઈ-સરકાર ફાઈલનું અમલીકરણ ફરજિયાત

ગુજરાતમાં તમામ ડીઈઓ કચેરીઓને હવે ઈ-સરકાર ફાઈલનું અમલીકરણ ફરજિયાત

0
Social Share

અમદાવાદ, 15 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં હવે ઈ-ફાઈલીંગનો તબક્કાવાર અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં શિક્ષણ વિભાગે પહેલ કરી છે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં તમામ ફાઈલ ઈ-સરકાર મારફતે જ ચલાવવા કમિશનર શાળાઓની કચેરીએ આદેશ કર્યો છે. કમિશનર શાળાઓની કચેરી કોઈપણ ફાઇલ કે પત્ર હાર્ડ કોપીમાં સ્વીકારશે નહીં. જો કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં મોકલશે તો જિલ્લા શિક્ષણાધિકારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

સ્કૂલ ઓફ કમિશનર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને ડિજિટલ બનવા આદેશ અપાયે છે. ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવવા રાજ્ય સરકાર દ્વારા ઈ-સરકાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ઇ-સરકારનો મુખ્ય હેતુ મેન્યુઅલ પ્રક્રિયાઓને સંપૂર્ણપણે સંકલિત ઇલેક્ટ્રોનિક ફાઇલ બનાવી અને તેના રેકર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ થકી સરકારી કચેરીઓની કામગીરીને વધુ આધુનિક બનાવવાનો છે. જેથી તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોઈપણ પ્રકારની ફાઈલની કાર્યવાહી હાર્ડ કોપીમાં ન કરવા આદેશ કરાયો છે.

કમિશનર શાળાઓની કચેરી હવે હાર્ડ કોપી સ્વીકારશે નહીં,  જોકે, અનેક વખત શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે સૂચના આપી હતી. પરંતુ તેનો 100 ટકા અમલ ન થતો હોવાથી હવે કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર શાળાઓની કચેરી ખાતે મોકલવામાં આવતી તમામ ફાઇલો અને પત્ર હવે માત્ર ઈ-સરકાર મારફતે જ મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે. કમિશનર શાળાઓની કચેરી હવે કોઈ પણ ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં સ્વીકારશે નહીં. તેમજ જો કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં મોકલશે તો જિલ્લા શિક્ષણાધિકારી સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારને ભલામણ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code