1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના 10 વિસ્તારોમાં હવે સુકો અને ભીનો કચરો અલગ હશે તો જ લઈ જવાશે
અમદાવાદના 10 વિસ્તારોમાં હવે સુકો અને ભીનો કચરો અલગ હશે તો જ લઈ જવાશે

અમદાવાદના 10 વિસ્તારોમાં હવે સુકો અને ભીનો કચરો અલગ હશે તો જ લઈ જવાશે

0
Social Share

અમદાવાદ, 26 માર્ચ 2026: AMC to collect dry and wet waste separately મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘેર ઘેરથી ભીનો અને સુકો કચરો લઈ જવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, મ્યુનિ. દ્વારા ભીનો અને સુકો કચરો અલગ રાખવા માટે ડસ્ટબીન પણ આપવામાં આવ્યા છે. પણ મોટાભાગના રહિશો સુકો અને ભીનો કચરો ભેગો કરીને જ આપે છે. આથી મ્યુનિ દ્વારા પ્રથમ સેટેલાઈટ સહિત 10 વિસ્તારોમાં ભીનો અને સુકો કચરો અલગ-અલગ આપવાની ખાસ સુચના આપવામાં આવી છે. જો ભીનો અમે સુકો કચરો ભેગો કરીને આપવામાં આવશે તો તેને લઈ જવામાં આવશે નહીં એવી પણ સુચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સેટેલાઈટ, જોધપુર, શ્યામલ, વેજલપુર, સરખેજ, જુહાપુરા, બોપલ, એસજી હાઇવે, પ્રહલાદનગર, આનંદનગર વિસ્તારોમાં રહેતા નાગરિકોએ સુકો અને ભીનો કચરો અલગ રાખવાનો રહેશે. ડોર ટુ ડોરની ગાડી કચરો લેવા આવે ત્યારે ફરજિયાત રીતે સુકો અને ભીનો કચરો અલગ નાગરિકોએ આપવાનો રહેશે જો નાગરિકો આ નિયમોનું પાલન નહીં કરે તો આજથી 10 દિવસ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો ઉપાડવામાં આવશે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં સુકો અને ભીનો કચરો અલગ આપે તેના માટે આ કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારના નાગરિકો અને વેપારીઓ તમામ લોકોએ આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા તમામ રહેણાંક વિસ્તાર અને વેપારી વિસ્તારોને જાણ કરવામાં આવે છે કે, ભારત સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 તથા 2026 અનુસાર દરેક નાગરિક તથા સંસ્થાએ પોતાના કચરાનું વિભાજન કરવું ફરજિયાત છે. જે મુજબ દરેક રહેણાંક તથા વેપારી એકમોએ પોતાના કચરાનું ભીના કચરામાં અને સૂકા કચરામાં અલગ અલગ વિભાજન કરવું ફરજિયાત છે. અલગ કરેલા સૂકા અને ભીના કચરાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર વાહનોમાં અલગ અલગ પરિસ્થિતિમાં જ આપવાની રહેશે. આ નિયમ અનુસાર કચરો વિભાજન કરવાની જવાબદારી કચરો આપનાર વ્યક્તિની છે. જેથી હવે પછી 10 દિવસમાં નિયમોનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. નિયમનું પાલન ન કરનાર રહેણાંક તથા વ્યવસાય વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવા બંધ કરવામાં આવશે. જ્યાં જરૂર જણાશે ત્યાં દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના સંરક્ષણ માટે તમામ નાગરિકો અને સંસ્થાઓએ સહકાર આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code