1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠલવાયા
રાજકોટના આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠલવાયા

રાજકોટના આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠલવાયા

0
Social Share
  • નર્મદાના નીરથી બન્ને ડેમ 85 ટકા ભરાયા
  • નર્મદાના પાણીની આવક શરૂ
  • ઉનાળામાં રાજકોટને પાણીની સમસ્યા નહીં નડે

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ઉનાળામાં કાયમ પાણીની રામાયણ સર્જાતી હતા. વર્ષો પહેલા તો રાજકોટને ઉનાળાના સમયમાં ટ્રેન દ્વારા પાણી પહોંચું કરવામાં આવતું હતું. પણ નર્મદા યોજના બાદ રાજકોટ શહેરની પાણીની સમસ્યા હળવી થઈ હતી, ત્યારબાદ સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી આજી અને ન્યારી ડેમ ભરવામાં આવતા હોવાથી રાજકોટમાં હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. હવે ઉનાળાના આગમનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌની યોજના હેઠળ આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે.

રાજકોટમાં શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જોકે, આગામી એપ્રિલ અને મેં મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં આવશે. તેથી આરએમસી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ફેબ્રુઆરી સુધીમાં આજી અને ન્યારી ડેમને ભરી આપવા અગાઉ માંગ કરવામાં આવી હતી.સરકાર મંજુરી આપતા છેલ્લા લગભગ 15 દિવસથી બંને ડેમોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. હાલ આ બંને ડેમો 85% કરતા વધુ ભરાઈ ચુક્યા છે. જેમાં આજી ડેમની સપાટી 26.88 અને ન્યારીની સપાટી 23.62 ફૂટ પહોંચી છે. આ બંને ડેમો પુરેપુરા ભરાય ત્યાં સુધી પાણીની આવક ચાલુ રાખવામાં આવશે. જેને લઈને આગામી ઉનાળામાં પાણીની કોઈપણ સમસ્યા રંગીલા રાજકોટનાં લોકોને રહેશે નહીં.

વોટર વર્ક્સનાં અધિકારી દેથરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટની પાણી સમસ્યાને ભૂતકાળ બનાવનાર સૌની યોજના રાજકોટ વાસીઓ માટે જીવાદોરી બની ગઈ છે. છેલ્લા કેટલાંક વર્ષોથી આયોજના થકી શહેરનાં આજી અને ન્યારી ડેમમાં ચોમાસા સુધી પાણી ખુટતુ જ નથી. તાજેતરમાં જ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન વધુ એકવાર બંન્ને ડેમોમાં નર્મદાનાં નીર છોડવા સરકાર પાસે માંગણી કરી હતી. જેને તુરંત સ્વીકારી લેવામાં આવી હતી. છેલ્લા 17 દિવસથી આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનાં ભરપૂર પાણી છોડવામાં આવી રહ્યા છે. હજુ પણ બંન્ને ડેમોમાં નર્મદાના નીર છોડવાનું સિંચાઈ વિભાગે ચાલુ જ રાખ્યુ છે.

ઉનાળાની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે આજી-ન્યારીમાં નર્મદા નીર છોડવામાં આવી રહ્યા છે. જેમાં ત્યારે આજ સુધીમાં બંને ડેમો 86 ટકા કરતા વધુ ભરાઈ ગયા છે. આજની સ્થિતિએ આજી-1 ડેમ 86 ટકા ભરાઈ ગયો છે. હાલમાં ડેમમાં 776.93 એમ.સી.એફ.ટી.પાણીનો જીવંત જથ્થો છે. અને ડેમની સપાટી 26.77 ફૂટે પહોંચી ગઈ છે. પ્રાપ્ત વધુ વિગતો મુજબ છેલ્લા દિવસોમાં આજી-1માં 338 એમ.સી.એફ.ટી.નવુ નીર છોડાઈ ચુકયુ છે. અને હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ જ છે. જયારે, ન્યારી-1 ડેમ આજની સ્થિતિએ 84 ટકા ભરાઈ ગયો છે. અને ડેમની સપાટી 23.62 ફુટે પહોંચી છે. આગામી ચોમાસા સુધી રાજકોટવાસીઓને પાણીની કોઈ સમસ્યા નડે નહી તે માટે બંને ડેમો પુરેપુરા ભરાય ત્યાં સુધી સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવશે.. હાલમાં ન્યારીમાં 1039 એમસીએફટી પાણીનો જીવંત જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે પખવાડીયા દરમ્યાન ન્યારી-1માં 341 એમ.સી.એફ.ટી. નવુ પાણી છોડી દેવાયુ છે અને હજુ પણ ડેમમાં પાણી છોડવાનું ચાલુ છે. સિંચાઈ વિભાગ અનુસાર બંન્ને ડેમો 100 ટકા ભરાઈ જાય ત્યાં સુધી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવનાર છે. આગામી ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં. તેમજ લોકોને દરરોજ 20 મિનિટ પાણીનું વિતરણ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code