અમરેલીમાં ભાજપ-કોંગ્રેસે એક જ પરિવારને ટિકિટ આપતા દેરાણી-જેઠાણી વચ્ચે જામ્યો જંગ
અમરેલી, 13 એપ્રિલ 2026: Election battle between Derani-Jethani ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના મામલે દરેક પક્ષમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ જાણીતા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અમરેલીમાં વોર્ડ નંબર-9માં દેરાણી-જેઠાણી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસે એક જ પરિવારના દેરાણી-જેઠાણીને ટિકિટ આપી છે. એટલે બન્ને સામસામે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ભાજપ-કોંગ્રેસે એક જ પરિવારની બે વહુઓને ચૂંટણી જંગમાં આમને સામને લાવી દીધી છે. રાજકીય નેતાઓ કહી રહ્યા છે કે, અમરેલીના વોર્ડ નંબર 9માં દેરાણી જેઠાણીની લડાઈ કે દેરાણી જેઠાણીનો જંગ નથી, બે વિચારધારાઓની લડાઈ છે, બે વિચારધારાઓની જંગ છે. અમરેલી શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં કાજલબેન સોલંકીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. તો આ જ વોર્ડ નંબર 9 માં રહેતા ભાજપના ઉમેદવાર રેણુકાબેન સોલંકીએ ઉમેદવારી કરી છે. કાજલબેન સોલંકી અને રેણુકાબેન સોલંકી સગા દેરાણી-જેઠાણી છે. રેણુકાબેન સોલકી ભાજપની વિચારધારા ભાજપની કામ કરવાની પદ્ધતિ અને ભાજપ દ્વારા અમરેલી શહેરમાં કરેલા વિકાસના મુદ્દે તેઓ લોકો પાસે મત માગી રહ્યા છે. જ્યારે કોંગ્રસમાંથી કાજલબેન સોલંકી પાણી, ગટર અને સફાઈ મુદ્દે પ્રશ્નો ઉઠાવીને મતદારોનો સંપર્ક કરી રહ્યા છે. મતદારો દેરાણીને જીતાડશે કે જેઠાણીને તે મુદ્દે શહેરમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનારા કાજલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, મારી સામે દેરાણી રેણુકાબેન ઉભા છે, તેની પરવાર નથી. કારણ કે અમારી બન્નેની વિચારધારા અલગ છે. અમારા પરિવારમાં પણ કોઈ પ્રકારનો વિખવાદ કે નારાજગી નથી. પરંતુ મને પૂરો ભરોસો છે કે જન સમર્થન મળશે.
અમરેલી શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં કાજલબેન સોલંકીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. તેઓનો વિસ્તાર પછાત, પાણી, ગટર અને સફાઈ મુદ્દે તેઓ નગરપાલિકાના ગત ટર્મના શાસનથી નારાજ છે. કાજલબેને કહ્યું, તો હું જીતીશ તો વિસ્તારમાં સુશાસન લાવીશ. લોકોનું સમર્થન પણ છે અમરેલી શહેરના આ વિસ્તારમાં ઘણો વિકાસ કરવો જરૂરી છે. તેઓ પૂરા વિશ્વાસ સાથે એવું પણ જણાવી રહ્યા છે કે, ભલે સામે મારા જેઠાણી હોય અમારી વિચારધારા જુદી છે. જોકે પરિવારમાં સામસામે ઊભા છીએ એટલે કોઈ નારાજગી કે વિખવાદ નથી.


